કારેલીબાગ જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે, આજે કારેલીબાગ જૈન સંઘમાં અમદાવાદના શ્રીપાલભાઈ અને મિતલબેનની દીકરી ભવ્યાકુમારીએ પોતાના મોટા ભાઈ-બહેને સંયમ જીવન અંગીકાર કર્યો હતો તેમના પગલે પગલે આજે ભવ્યાકુમારીએ પણ દીક્ષા ગ્રહણ કરી હતી.
કારેલીબાગ જૈન સંઘમાં ટ્રસ્ટી અજયભાઈ લાલીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સંઘના પ્રમુખ દીપકભાઈ ગાંધીના ઘરેથી વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો હતો અને બેઠું વર્ષીદાન આપવામાં આવ્યું હતું. આજે સવારે પણ દીક્ષાર્થીને ખુલ્લી જીપમાં છેલ્લી સંસારી સફર કરી વાજતે ગાજતે દીક્ષા મંડપ સુધી લાવવામાં આવી હતી.
દરમ્યાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે, જૈન ધર્મમાં દીક્ષા ચતુર્વિધ સંધની ઉપસ્થિતિમાં ભગવાનની સામે નાણ માંડી તેની પ્રદક્ષિણા કરી દીક્ષા લેનાર "મમ મુનડા વેહ" શબ્દ બોલી ગુરુ મહારાજને દીક્ષા આપવા વિનંતી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ જે સાધુ સાધ્વીજી ભગવંતો પોતાની પાસે જે ઉપકરણો રાખે તેની રૂપીયાની ઉંચી બોલીઓ બોલી ભાવીભક્તોએ લાભ લીધો હતો.
આને બધા ઉપકરણો દીક્ષા આપનાર ગુરુદેવને અર્પણ કરવામાં આવ્યા અને તે બધા ઉપકરણો તથા માથે મુંડન કરી સાધ્વીજી વેશમાં જ્યારે દીક્ષા મંડપમાં પધાર્યા ત્યારે 'દીક્ષાર્થી અમર રહો'ના નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું તથા નુતન દીક્ષિત ભવ્યાકુમારીનું નવું નામ ભાવાર્થશ્રીજી પાડતા ઉપસ્થિત ચતુર્વિધ સંધે નવું નામ સ્વીકારી 'નૂતન દિક્ષિત અમર રહો, ભાવાર્થશ્રીજી અમર રહો' ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું એમ સંઘ અગ્રણી સંજય સાવલાએ જણાવ્યું હતું.
આજના દિક્ષાના કાર્યક્રમમાં આચાર્ય મહાપદ્મસુરી, મહાધર્મસુરિ, મહારત્નસુરી તથા પદ્મજયસૂરી મહારાજ તથા સાધ્વીજી આગમરસાશ્રીજી મહારાજ આદીઠાણા મોટી સંખ્યામાં નિશ્રા પ્રદાન કરી હતી અને નૂતન દિક્ષિત સાધ્વી ભાવાર્થશ્રીજી મહારાજ સાહેબને વાસક્ષેપના આશીર્વાદથી રીતસરના નવડાવી દીધા હતા. ત્યારબાદ સંઘ સ્વામી વાત્સલ્ય યોજાયું હતું. એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.
Reporter: News Plus