પશ્ચિમ રેલવેના વડોદરા મંડળમાં 78માં સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
ડીઆરએમ જીતેન્દ્ર સિંહે પ્રતાપનગરની ડિવિઝનલ ઓફિસ લોન ખાતે આયોજિત એક ગૌરવપૂર્ણ સમારોહમાં ધ્વજ ફરકાવ્યો હતો અને આરપીએફ, સ્કાઉટ્સ અને ગાઇડ્સ અને સિવિલ ડિફેન્સની સંયુક્ત પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને સલામી લીધી હતી.આ પ્રસંગે તેમણે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાનો સ્વતંત્રતા દિવસનો સંદેશનું પણ વાંચન કર્યું હતું.ડિવિઝનલ રેલ્વે મેનેજર જિતેન્દ્ર સિંહે આ પ્રસંગે 38 રેલ્વે મેનોને તેમની ઉત્તમ સેવાઓ અને પ્રશંસનીય કામગીરી બદલ પુરસ્કાર આપ્યા હતા. આ પ્રસંગે, શ્વેતા સિંઘ પ્રમુખ, પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંસ્થા, વડોદરા, દ્વારા વર્ગ X અને XII ના 22 બાળકોને તેમના નોંધપાત્ર દેખાવ બદલ ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા.અને ત્રિરંગાના ફુગ્ગા પણ હવામાં છોડવામાં આવ્યા હતા.
રેલવેના જવાનો દ્વારા દેશભક્તિ પર આધારિત ટૂંકો સાંસ્કૃતિક કાર્યક્રમ સૌના આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. આ પ્રસંગે મહિલા કલ્યાણ સંસ્થાના સભ્યો, એડીઆરએમ શિવચરણ બૈરવા, CPM ગતિ શક્તિ મુકેશ કુમાર, વિભાગીય સુરક્ષા કમિશનર ધરમરાજ રામ, અન્ય અધિકારીઓ અને રેલ્વે કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મંડળના વડોદરા, ભરૂચ, ગોધરા, આણંદ, નડિયાદ, એકતાનગર, અંકલેશ્વર સહિત તમામ સ્ટેશનો અને શેડ પર સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમના અંતે સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર સુનિલ બિશ્નોઈએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌનો આભાર માન્યો હતો.
Reporter: admin