News Portal...

Breaking News :

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી.

2024-08-15 17:37:02
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી.


વડતાલ સંસ્થાના ચેરમેન દેવપ્રકાશ સ્વામીએ ધ્વજવંદન કયું. ભક્તિ સાથે દેશભક્તિ વધે અને દેશનું ગૌરવ વધારતા રહીએ...


વડતાલ સ્વામિનારાયણ ભગવાનના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ૭૮ મા સ્વાતંત્ર્ય પૂર્વની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. વડતાલ સંસ્થાના ચેરમેન દેવપ્રકાશ સ્વામીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામી, સૂર્યપ્રકાશદાસજી, હરિચરણ સ્વામી સહિત સંપ્રદાયના સંતો હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત સેતુ ટ્રસ્ટ આણંદના દિવ્યાંગ બાળકો - બાલિકાઓને શ્યામવલ્લભ સ્વામીએ આવકારી અભિવાદન કર્યું હતું. દિવ્યાંગ બાળક પિકેશ ચૌધરી ધ્વારા દેશભક્તિનું શોર્યગીત રજૂ કરી ઉપસ્થિત સંતો-હરિભક્તોના મન જીતી લીધા હતા.આ પ્રસંગે બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીએ ભારતની આઝાદીના ૭૮ સ્વાતંત્ર્ય પર્વે સરદાર વલ્લભભાઈ પટેલ, શહીદ વીર ભગતસિંહના યોગદાનનું સ્મરણ કરી ભગતસિંહ ભગતજી સહિત ક્રાંતિકારી શહીદીના બલિદાનને યાદ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા તેમના સાથે અમીત શાહની ગુજરાતી જોડી દેશને વિશ્વના હરોળમાં લઈ જાય તેવી દેવોને પ્રાર્થના કરી હતી.


જયારે વડતાલ સંસ્થાનના ચેરમેન દેવપ્રકાશ સ્વામીએ ઉપસ્થિત સર્વ હરિભક્તોમાં ભક્તિ સાથે દેશભક્તિ વર્ષે અને તન,મન, ધનથી દેશની સેવા કરીએ અને ભારતના ગૌરવને વધારતા રહીએ એવી ભાવના વ્યક્ત કરી હતી.આ પ્રસંગે દિવ્યાંગ બાળકો ધ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્યામવલ્લભ સ્વામીએ કર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દેવોને તિરંગા વસ્ત્રોથી શણગારાયા સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ તાબાના મંદિર ડભાણ, ધોલેરા, સાળંગપુર અને ગુરુકુળોમાં પણ દેવોને તિરંગા વસ્ત્રો થી શણગારાયા હતા. જ્યારે વડતાલ મંદિરના સમગ્ર પરિસરમાં તિરંગા લહેરાવવામાં આવ્યા હતા.

Reporter: admin

Related Post