News Portal...

Breaking News :

પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી નૈમિષકુમારજી મહોદયનો 51મો મંગલ પ્રાગટ્ય દિવસ સંસ્કારી નગરી ના આંગણે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો.

2024-06-23 14:57:09
પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી નૈમિષકુમારજી મહોદયનો 51મો મંગલ  પ્રાગટ્ય દિવસ સંસ્કારી નગરી ના આંગણે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો.


તૃતીય નિધિ દ્વારકાધીશ પ્રભુના અહર્નિશ પરમ અનુગ્રહથી નિ.લી. તૃતીય ગૃહધિશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજભૂશનલાલજી મહારાજ કાંકરોલીના પૌત્ર અને શુદ્ધાદ્વૈત તૃતીય ગૃહાધીશ્વર કાંકરોલીના ગાદીપતિ (પીઠાદિશ્વર) કાંકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 


પરાગકુમારજી મહારાજના લાલજી તૃતીય ગૃહ યુવરાજ પરમ પૂજ્ય 108  નૈમિષકુમારજી મહોદયનો જન્મદિવસ આજે સંસ્કારી નગરી વડોદરા શહેરમાં આપ ની જન્મભૂમિ અને આપના તૃતીય ગૃહના પૂર્વ આચાર્યોની તપોભૂમિ  દ્વારકા નાથજી મંદિર (બેઠક મંદિર) વડોદરા ખાતે સમસ્ત તૃતીય ગૃહ કાંકરોલી પરિવાર તથા વલ્લભ કૂલના અન્ય આચાર્ય બાલકોની મંગલ ઉપસ્થિતિમાં અત્યંત હર્ષ ઉલ્લાસ સાથે મનાવવામાં આવ્યો. ખૂબ જ મોટી સંખ્યામાં વૈષ્ણવો, શહેરના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા. 


સવારથી જ વાતાવરણ મંગલમય બન્યું જયારે શહનાઈના સુર અને કીર્તન ગાન સાથે સવારમાં 10 કલાકે પ્રભુના પલના- નંદ મહોત્સવના દર્શન થયા તેમજ સવારે 11:00 કલાકે વૈષ્ણવોએ સંગીતના તાલે મધુર ગરબાના ગાનમાં પૂજ્યના જન્મદિવસના આનંદ ઉલ્લાસમાં ગરબે ઘૂમી ખૂબ જ હર્ષ અનુભવ્યો, બપોરે બરાબર 12 કલાકે વૈદિક મંત્રોચ્ચાર સાથે આપના માર્કંન્ડય પૂજન થયા અને ઉપસ્થિત સૌ વૈષ્ણવોએ આપ ના કેસર સ્નાન અને ચરણસ્પર્શનો લાભ લઈ  વલ્લભનો જય જય કાર કરી ધન્યતા અનુભવી અને મહાપ્રસાદ લઈ સૌ કૃતાર્થ થયા.

Reporter: News Plus

Related Post