સાવલી નગરની વિકાસવિભુતિ પરમ પૂજ્ય સ્વામીજી સાવલીવાળાની 33 મી પુણ્યતિથિ નિયત કાર્યક્રમ મુજબ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી હતી.
જેમાં હજારોની સંખ્યામાં સ્વામીજી ના ભક્તો ઉમટી પડ્યાં હતાં. પોતાની આગવી પ્રતિભાથી વિશ્વ પ્રસિદ્ધ પામેલા અનોખા સંત પરમ પુજ્ય સ્વામીજીની પાદુકાની શોભાયાત્રા બપોરે ત્રણ કલાકે જન્મોત્રી બંગલેથી નીકળી ભવ્ય શોભાયાત્રામા બેન્ડ તથા કન્યાઓએ કળશ ધારણ કરી શોભાયાત્રાનો પ્રારંભી હતી.
સાવલી નગરના બજારો તથા અનેક વિસ્તારમાં આ શોભાયાત્રા નીકળી હતી.આશરે ૧૦ થી વધુ ટ્રેક્ટરોમાં ગ્રામીણ ભજન મંડળીઓએ અનોખુ વાતાવરણ ઉભુ કર્યું હતું. . શોભાયાત્રામાં ડમરું વગાડીને હર હર મહાદેવના નાદ સાથે ભક્તિમય વાતાવરણ સાથે આ શોભાયાત્રા સાવલી ભીમનાથ મહાદેવ મંદિરે પહોંચી પુર્ણાહુતિ કરવામાં આવી હતી.
Reporter: admin