News Portal...

Breaking News :

વડોદરા જિલ્લાની તમામ આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરવા તાકીદ

2024-09-01 18:58:16
વડોદરા જિલ્લાની તમામ આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરવા તાકીદ


વડોદરા જિલ્લામાં ભારે વરસાદ બાદ ઉદ્દભવેલી સ્થિતિને ધ્યાને રાખી જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ તમામ આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરવા આરોગ્ય વિભાગને સૂચના આપી છે. 


તેના પગલે જિલ્લાની આંગણવાડી તથા શાળામાં જતાં ૩૭૪૧ બાળકોની તબીબી ચકાસણી કરવામાં આવી છે. ખાસ કરીને શાળા કે આંગણવાડી બંધ હોય એવા સંજોગોમાં ઘરે જઇ આ કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ જણાવ્યું કે, વડોદરા જિલ્લા પંચાયતની ૪૨ અને બહારના જિલ્લાની ૧૦ મળી કુલ બાવન મેડિકલ ટીમો, ૪૫૦ પારા મેડિકલ સ્ટાફ, ૨૧ જેટલા મોબાઇલ યુનિટી દ્વારા ગામ્રીણ કક્ષાએ આરોગ્ય કેમ્પ કરવામાં આવી રહ્યા છે. 


આપત્તિ બાદ ૨૯ સપ્ટેમ્બરથી આજ સુધી કુલ ૫.૬૯ લાખ લોકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. તેમાંથી શરદી અને ખાંસીના ૩૨૩૦, તાવના ૯૧૨ તથા ઝાડાના ૨૧૨ કેસો મળી આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૫૦૪ જેટલા આરોગ્ય કેમ્પ કરવામાં આવ્યા છે. વધુ વિગતો આપતા તેમણે કહ્યું કે, ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૯૧ સગર્ભા મહિલાઓને નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર ખસેડવામાં આવી હતી. તેમાંથી ૭૬ મહિલાઓને પ્રસુતિ કરાવવામાં આવી છે. આ તમામ મહિલાએ તંદુરસ્ત બાળકોને જન્મ આપ્યો છે. બે મહિલાની એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવવામાં આવી હતી. 

Reporter: admin

Related Post