આ બનાવવા માટે દસેક બ્રેડ, એક કપ દૂધ, એક કપ ફ્રૂટના ટુકડા, એક કપ રબડી, ચાર ચમચી સૂકો મેવો, એક ચમચી ઈલાયચી પાવડર, જેલીના ટુકડાની જરૂર પડશે.
આ બનાવવા માટે બ્રેડની ચારે બાજુની કિનારી કાઢીને, દૂધમાં બોળી બ્રેડમાંથી દૂધ નીચોવી લેવું. નાના સમારેલા ફ્રૂટ અને જેલી બ્રેડની વચ્ચે મૂકી ગોળ બોલ બનાવવા. બોલને વાડકામાં મૂકી તેની ઉપર રબડી ઉમેરવી.
ત્યારબાદ ઈલાયચીનો ભૂકો, બદામ, પિસ્તા, કાજુના ટુકડા ભભરાવવા, દરેક બોલ્સ પર ચેરી મુકવી અને ત્યારબાદ ઠંડા કરવા મૂકી કલાક પછી ખાવા.આ બોલ્સ ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.
Reporter: admin