મહારાષ્ટ્ર મંડળ માંજલપુરની વર્ષોની પરંપરા અનુસાર એક પારદર્શક વહીવટના ભાગ રૂપે ૩૨ મી વાર્ષિક સાધારણ સભા નું આયોજન સાથે સાથે મંડળના વરિષ્ઠ નાગરિકો અને જે સભાસદો ના લગ્નજીવનના ૨૫ અને ૫૦ વર્ષ પૂર્ણ થયેલ હોય તેવા દંપતિઓ નો સત્કાર કાર્યક્રમનુ પણ આયોજન કરેલ હતું આયોજન લિટલ ફ્લાવર્સ સ્કૂલ માંજલપુર ખાતે (પંચશીલ સ્કૂલ પાસે) સવારે ૧૦.૩૦ કલાક થી રાખવામાં આવેલ હતું.
મહારાષ્ટ્ર મંડળ, માંજલપુર ના ગત વર્ષ દરમિયાન સ્વર્ગવાસ થયેલ સ્વર્ગવાસી થયેલા નાગરિકો માટે બે મિનિટ નું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી.હિન્દૂ સંસ્કૃતિ અનુસાર દીપ પ્રાગટય કરી વાર્ષિક સભાના સંચાલન માટે અધ્યક્ષ સ્થાને વાર્ષિક સભાના સંચાલન માટે અધ્યક્ષ સ્થાને શ્રી પ્રશાંત વાસુલકર ની નિમણૂક કરી તેમના અધ્યક્ષમાં સમગ્ર સભામાં અહેવાલ મંજૂરી આપવામાં આવી, વર્ષ ૨૦૨૩-૨૪ માં થયેલ પ્રવુતિઓની ચર્ચા વિચારણા અને હિસાબ મંડળના સભાસદો વચ્ચે મુકવામાં આવ્યા તથા તેમના સૂચનો ની ખાસ નોંધ લેવાઈ અને સભા અધ્યક્ષ સંમતિ થી નવા કામોને મંજૂરી આપવામા આવી.
આગામી વર્ષ ૨૦૨૪-૨૫ માં નવા સારા કાર્યક્રમો સભાસદો ના હિતમાં ધ્યાનમાં રાખી કરવાનો અંદાજપત્ર પણ રજૂ કર્યો.75 વર્ષ થી વધુ વયના વરિષ્ઠ 18 સભાસદો, જે સભાસદોએ સુખી લગ્નજીવનના ૫૦ અને ૨૫ વર્ષ પૂર્ણ કરે છે એવા ૪૦ થી વધુ દંપતિઓનો ને સ્ટેજ પર કપલ સાથે ભેટ વસ્તુ આપી સત્કાર કરવામાં આવ્યો. લગભગ 250 થી વધારે સભાસદોની હાજરી આ કાર્યક્રમમાં હતી અને કાર્યક્રમની પુર્ણાહુતી આભાર પ્રદર્શન અને વંદે માતરમ ગાઈ ને કરવામાં આવી.
Reporter: News Plus