News Portal...

Breaking News :

વડોદરા ખાતે ટેક્નોલોજીનો ઉપયોગ કરી સ્માર્ટ રોબો રથ પર ભગવાન જગન્નાથની સવારી કાઢવામાં આવી.

2024-07-07 14:55:50
વડોદરા ખાતે ટેક્નોલોજીનો ઉપયોગ કરી સ્માર્ટ રોબો રથ પર ભગવાન જગન્નાથની સવારી કાઢવામાં આવી.


વડોદરા ખાતે આજે ભગવાન જગન્નાથની રથયાત્રાની ભવ્ય ઉજવણી દરમિયાન સ્માર્ટ રોબો રથે ભારે આકર્ષણ જમાવ્યું. 


પરંપરામાં ટેક્નોલોજી વાપરી સ્માર્ટ રોબો રથ પર ભગવાન જગન્નાથની સવારી કાઢવામાં આવી. આજે વડોદરા સહીત દેશભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. જય જગન્નાથના નાદ સાથે વડોદરા શહેરનું વાતાવરણ ગુંજી રહ્યુ છે. શહેરના અનેક માર્ગો પર વાજતે ગાજતે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે આ દરમિયાન વડોદરા ખાતે વિજ્ઞાનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી અનોખી રથ યાત્રા કાઠવામાં આવી.


જેમ ટેક્નોલોજી વધી રહી છે તેમ ભગવાનનો રથ પણ સુવિધાઓ સાથે આકર્ષક બનાવવામાં આવે છે. ત્યારે નિઝામપુરાના મકવાણા પરિવાર તરફથી 11માં વર્ષે રિમોર્ટ રથમાં જગન્નાથ પ્રભુની યાત્રા કાઠવામાં આવી. આ રોબો રથમાં શ્વેત રંગના ચાર ઘોડાઓને અને છ પૈડાંઓને રોબોટ સાથે જોડી રોબો રથ તૈયાર કરવામાં આવ્યો છે. ભારતીય નૃત્ય સાથે તેમજ જય જગન્નાથ નારા સાથે પ્રભુ જગન્નાથ રથ યાત્રા કાઢવામાં આવી. જેના કારણે નિઝામપુરા વિસ્તાર પણ ભક્તિમય બન્યો.

Reporter: News Plus

Related Post