શહેરના જાણિતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે વારસિયા રીંગ રોડ ખાતે આવેલ પારસ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ના આંગણે શિતલનાથ ભગવાનની શિતળ છાંયામાં પારણા મહોત્સવ ઉજવાયો હતો.
ભગવાન મહાવીર સ્વામીએ પણ ૨૨૯ છઠ્ઠ કર્યા હતા તેના પ્રતિક રૂપે આ તપશ્ચર્યાકેસરસુરી સમુદાયનાં તપસ્વી સાધ્વી ઋષિવ્રતાજી મહારાજે ૨૨૯ છઠ્ઠ કર્યા હતા જેઓનું આજે પારણું યોજાયું હતું.દરમિયાનમાં પારસ સંઘ ના ટ્રસ્ટી શૈલેષભાઈ શાહે જણાવ્યું કે અમારાં સંઘ માં બિરાજમાન સાધ્વીજી ઋષિવ્રતાજી મહારાજે બે વર્ષ અને ત્રણ મહિના પહેલાં શરૂ કરેલા તપ ની આજે દબદબાભેર પુર્ણાહુતી પ્રસંગે પારણોત્સવ યોજાયો હતો.વધુમાં પારસ જૈન સંઘ ના પ્રમુખ રમણલાલ શાહે જણાવ્યું કે સાધ્વી ઋષિવ્રતાજી મહારાજના પારણા માટે મુંબઈથી ખાસ નિમેષભાઈ સવાણી એ પધારી વીર પ્રભુ ના તપ ને ઓળખીએ "વિષય ઉપર લોકો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
વધુમાં પારસ સંઘના ટ્રસ્ટી દેવેન્દ્રભાઈ શાહે જણાવ્યું કે આ સમગ્ર પારણા મહોત્સવ નો લાભ ગિરિશભાઈ વાડીલાલ શાહ પરિવાર લીધો હતો. આખા કાર્યક્રમમાં જાણીતા જૈન સંગીતકાર નિસર્ગ શાહે જુદાં જુદાં સ્તનનો ગાઈ ને લોકોને ભક્તિ રસમાં તરબોડ કરી દીધાં હતાં. આખા કાર્યક્રમને સાધ્વી આત્મલીનાજી,મેરુશિલાજી,દેવરષિતાજીએ નિશ્રા પ્રદાન કરી હતી.આજના કાર્યક્રમમાં કોર્પોરેટર કેતનભાઈ બ્રહ્મભટ્ટ,જૈન કોર્પોરેટર રાખી બેન શાહ પુર્વ મેયર જીગીશાબેન શેઠ તથા યુનિવર્સિટી ના પુર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ ,સંજય શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ સંઘ સ્વામી વાત્સલ્ય યોજાયું હતું એમ ટ્રસ્ટી જયેશભાઈ ચોકસીએ જણાવ્યું હતું.
Reporter: admin