વડોદરા : શહેરમાં ચોમાસાની ઋતુ દરમ્યાન ખુલ્લી કાંસો અને ગટરના કારણે અનેક અકસ્માતની ઘટનાઓ ઘટતી હોય છે.
ત્યારે ગતરોજ રાત્રે શહેરમાં ધોધમાર વરસાદ વચ્ચે યુવક ખુલ્લી ગટરમાં ખાબક્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ ઘટના ભૂતડીઝાંપા - કારેલીબાગ મુખ્યમાર્ગ પર આવેલ હાથીખાના દરવાજાની સામે ઘટી છે.
જો કે હાજર લોકોએ તુરત યુવકને બહાર ખેંચતા તેનો બચાવ થયો હતો. અત્રે નોંધનીય છે કે, આ વિસ્તારનો નીચાણવાળો ભાગ હોવાથી વરસાદ વરસતા 2 ફૂટ જેટલા પાણી માર્ગ પર ફરી વળતા આ સ્થળે પાણીના ત્વરિત નિકાલ માટે આ ઢાંકણા ખોલવામાં આવતા હોય છે.
Reporter: admin