News Portal...

Breaking News :

જમ્મુ કાશ્મીરમાં યાત્રાળુઓની બસ પર આતંકવાદી હુમલો.. 10 યાત્રાળુઓના મોત, 33 ઘાયલ

2024-06-10 09:50:32
જમ્મુ કાશ્મીરમાં યાત્રાળુઓની બસ પર આતંકવાદી હુમલો..  10 યાત્રાળુઓના મોત, 33 ઘાયલ


યાત્રાળુ કોને લઈને વૈષ્ણોદેવી જઈ રહેલી બસ ઉપર જમ્મુ કાશ્મીરના રિયાસી નજીક આતંકવાદી હુમલો થયો હતો. જેમાં 10 યાત્રાળુઓના મોતની જગ્યા છે જ્યારે 33 ઘાયલ થયા છે. બનાવની તપાસ એનઆઈએ દ્વારા કરવામાં આવશે.


યાત્રાળુઓને ભરેલી બસ વૈષ્ણોદેવી જઈ રહી હતી દરમિયાન જમ્મુ કાશ્મીરના રિયાસી નજીક એક  આતંકવાદીએ અંધાધુંધ ફાયરિંગ કર્યું હતું  બસના ડ્રાઇવરને ગોળી મારતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ નજીકની ખાડીમાં ગરક થઈ ગઈ હતી. આ હુમલામાં 10 યાત્રાળુઓના મોત નીપજ્યા છે  જ્યારે ૩૩ ઘાયલ થયા છે. નજરે જોનારાઓના જણાવ્યા અનુસાર એક આતંકવાદી ફોજીના વેશમાં આવ્યો હતો અને તેને કાળા કપડાથી મોઢું ઢાંકેલું હતું ઉપરાંત લાલ કલરનું મફલર લગાવ્યું હતું. હાલમાં આ સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે એન આઇ એ સ્થળ પર પહોંચી રહી છે. સરકાર દ્વારા પણ આ હમલા ની નિંદા કરવામાં આવી છે અને હુમલા ખોરો ને નહી બક્ષવામાં આવે તેમ જણાવ્યું છે.

Reporter: News Plus

Related Post