નાના એવા ચાણસદ ગામના નાના એવા શાંતિલાલ ને વિશ્વ ફલક પર પ્રમુખ સ્વામી મહારાજ ના બિરૂદે પંહોચાડનાર દિવસ એટલે આજ થી ૭૪ વર્ષ પહેલાં વિક્રમ સવંત ૨૦૦૬ ની જેઠ સુદ ચોથ નો દિવસ.
ફક્ત ચાર દાયકા ની મજલ કાપેલ નાની એવી બી એ પી એસ સંસ્થા ના સ્થાપક અને દીર્ઘ દ્રષ્ટા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ચુમ્મોતેર વર્ષ પહેલાં આજ ના દિવસે ફક્ત અઠયાવીસ વર્ષ ના નારાયણ સ્વરૂપ સ્વામી ને પોતાના અનુગામી તરીકે પ્રમુખ પદે આરૂઢ કર્યા અને આ રીતે સમગ્ર વિશ્વ ને મળ્યા પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજ ધણી વખત કહેતા કે પ્રમુખ પદ સત્તા સુચક નહીં પરંતુ સેવા પ્રેરક હોય તો જ સંસ્થા નો ઉત્કર્ષ થાય.પોતાના સમગ્ર જીવન દરમિયાન આ જ રીતે જીવનારા પ્રમુખ સ્વામી મહારાજ ના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે પૂજ્ય સંતો તથા હરિભકતો એ જહેમત કરી ને ચુમોતેર માં પ્રમુખ વરણી દિવસ અન્વયે ફળો માં શિરમોર એવી તમામ બત્રીસ જાત ની કેરીઓ એકત્ર કરી કુલ સાતસો ચાલીસ કીલો નો આમ્રોત્સવ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આજના પવિત્ર દિવસે પ્રતિ વર્ષ ની માફક આઠ હજાર થી વધુ આબાલવૃદ્ધ હરિભક્તો એ અટલાદરા મંદિર ના પૂજ્ય સંતો ના માર્ગદર્શન તથા રાહબરી હેઠળ પ્રાતઃ સમયે અટલાદરા થી ચાણસદ ની પદયાત્રા કરી પોતાનું પ્રમુખ વરણી દિન નિમિત્તે ભક્તિ અર્ધ્ય અર્પણ કરી આ આમ્રોત્સવ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Reporter: News Plus