પશ્ચિમ બંગાળના મેદિનીપુર મતવિસ્તારમાં ભાજપના નેતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીના રોડ-શો પર હુમલાને પગલે તણાવ વ્યાપી ગયો હતો.
મિથુને ભાજપના ઉમેદવાર અને ફેશન ડિઝાઇનરમાંથી રાજકીય નેતા બનેલા અગ્નિમિત્ર પૌલના સમર્થનમાં રોડ-શો કર્યો હતો. ભાજપના નેતાઓએ આરોપ મૂક્યો હતો કે, રોડ-શો પર હુમલો કરનારા તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો હતા. તેમણે એવું પણ જણાવ્યું હતું કે,
ભાજપના ટેકેદારોએ હુમલો કરનારા લોકોનો સામનો કરવાનું શરૂ કર્યા પછી પોલીસ હરકતમાં આવી હતી. મેદિનીપુરમાં લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં ૨૫ મેના રોજ મતદાન થવાનું છે. પૌલ સામે તૃણમૂલ કોંગ્રેસે અભિનેત્રીમાંથી રાજકીય નેતા બનેલા જૂન માલિયાને ઉમેદવાર બનાવ્યા છે.
Reporter: News Plus