આમ સરકાર લોકો ને રોજગારી આપવાની વાતો કરે છે, તો બીજી બાજુ લોકો બેરોજગારૉ સંખ્યા વધી છે, સરકાર નુ કેહવું છે કે અમે લોકો ને જીવન જરૂરી વસ્તુ ઓ ઓછી કિમત મા આપીશુ, જયારે બીજી બાજુ જોવા જઈએ તો લોકો ને 2 વખત નુ જમવામાં ફાંફા પડે એમ થઇ ગયુ છે.
રોજ ના રોજ જાણવા મળે છે લોકો સહ પરિવાર આત્મહત્યા કરે છે, કારણ શુ તો પૈસા વ્યાજે લીધા હતા એ ભરી શકે તેમ નથી, લોન લીધી હતી તો ભરી શકે તેમ નથી, એક પુરુષ ઘર ચાલવા ક્યાં ક્યાં થી વ્યવસ્થા કરતો હોય છે તે એક મધ્યમ વર્ગ ના લોકો સમજી શકે છે, જ્યાં પૈસા છે તે લોકો ને કોઈ તકલીફ પડતી નથી, ને જ્યાં ગરીબ વર્ગ છે તેઓ માંગી ને પણ પોતાનું ગુજરાન ચલાવે છે, સમસ્યા છે તો એ ખાલી મધ્યમ વર્ગ માટે છે ના તેઓ કોઈ ને કહી શકે છે નાતો માંગી શકે છે, છેલ્લે એમને વ્યાજ ના રૂપિયા લાવવાનો વારો આવે છે જે સમયસર ના ભરાય તો છેલ્લે ફાસો ખાવાનો વારો આવે છે,કોઈ પણ પરિવાર મોજશોખ ના કરતા બાળકો ને 2 સમય જમાડી શકે એટલું કમાઈ શકશે તો તકલીફ નથી, 12 કલાક ની નોકરી થઇ ગઈ હોવા છતાં લોકો 15000 થી વધુ કમાઈ સકતા નથી,
સાથે નોકરી મા ટાર્ગેટ સાથે ચાલતા હોવાથી એ ચિન્તા પણ હોતી હોય છે, આ બધી ચિન્તા ના લીધે લોકો ને બ્લડપ્રેસર જેવી બીમારી નાની ઉંમર મા આવતી થઇ ગઈ છે, આવી નાની નાની વાતો ના તો કોઈ સરકાર વિચારી શકે છે ના કોઈ અધિકારી જે વાત અમે "ન્યુઝ પલ્સ " દ્વારા બતાવી રહ્યા છે.આ વાત જો સરકાર સમજે ને એનો કોઈ સચોટ ઉપાય લાવે જેથી લોકો સારુ, તંદુરસ્ત જીવન જીવી શકે ને પોતાના બાળકો નુ ભવિસ્ય ઉગારી શકે તે સમજવાની જરૂર છે, કારણ જો અત્યારે આ નઈ સમજે તો આવા કેટલા પરિવાર આનો ભોગ બનશે એનું જવાબદાર કોણ હશે? જેમ વિકાસ ની વાતો થઇ છે એમ લોકો પોતાના ઘર મા પણ વિકાસ કરી શકે એ હવે વિચાર કરવો જોઈએ, આપણા વડાપ્રધાન જે પ્રજા માટે કરી રહ્યા છે એજ કામ જો શહેર ના ચૂંટાયેલા નેતા કરવાનું ચાલુ કરશે તો આનો ઉપાય જરૂર થી મળશે, એકબીજા ને નીચા દેખાડવા બાજુ મા મૂકી આવી સમસ્યા ના ઉકેલ લાવવા જોઈએ.
Reporter: News Plus