એક સગીર છોકરાએ પોતાની જ 15 વર્ષની બહેન પર દુષ્કર્મ. મહારાષ્ટ્રના મુંબઈમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સગીર છોકરાએ પોતાની જ 15 વર્ષની બહેન પર દુષ્કર્મ ગુજારતા છોકરી ગર્ભવતી થઈ ગઈ છે.
પોલીસે સગીર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. રવિવારે પોલીસે 12 વર્ષના સગીર સામે તેની જ 15 વર્ષની બહેન પર દુષ્કર્મ ગુજારવા બદલ કેસ નોંધ્યો હતો. વાસ્તવમાં તેના માતા-પિતા તેમની પુત્રીની ત્રણ મહિનાની ગર્ભાવસ્થાનો ગર્ભપાત કરાવવા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ કારણે વાશી જનરલ હોસ્પિટલે મેડીકો લીગલ કેસ એટલે કે એમએલસી વિશે માહિતી આપી હતી.પોલીસને આપેલા નિવેદનમાં પીડિતાએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો
છોકરીએ પોલીસને જણાવ્યું હતું કે બંને ભાઈ-બહેને પોર્ન જોયુ હતું અને ત્યારબાદ નાના ભાઈએ તેની સાથે સેક્સ કરવાનો પ્રયત્ન કર્યો હતો કર્યું હતું. બંનેએ ડિસેમ્બરમાં પહેલીવાર સેક્સ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ તેમ કરી શક્યા ન હતા. પરંતું ત્યારબાદ દુષ્કર્મની ઘટનાએ આકાર લીધો હતો. હકીકતમાં, અસફળ સેક્સની ઘટનાના અમુક દિવસો બાદ છોકરાએ છોકરી સાથે સેક્સ કરવાનો પ્રયત્ન કરતાં છોકરીએ ના પાડી દીધી હતી. પરંતુ ત્યારબાદ છોકરાએ બળજબરી કરી હતી અને દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ પીડિતાને માસિક સ્રાવ ન આવતાં માતાને આ ઘટનાની જાણ કરાઈ હણ કરાઈ હતી.
Reporter: News Plus