News Portal...

Breaking News :

ગોમતીપુરમાં ધાર્મિક યંત્ર પર જુગારનો ખેલ, 11ની ધરપકડ

2024-05-22 11:46:39
ગોમતીપુરમાં ધાર્મિક યંત્ર પર જુગારનો ખેલ, 11ની ધરપકડ


ગોમતીપુર વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી દેવ-દેવીના ફોટા, ધાર્મિક યંત્રને દર્શાવવા આધારિત ચાલતા જુગારધામ પર ઝોન-5 LCB સ્ક્વોડે દરોડા પાડીને કુલ ૧૧ ખેલીની ધરપકડ કરી છે. દેવ-દેવીના ફોટા, શ્રી યંત્રો પર જુગાર રમાડવાની નવી વિચિત્ર મોડેસ ઓપરેન્ડી જોવા મળી છે. 



ગોમતીપુરમાં બંધ માર્સડન મિલની જગ્યામાં આ જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમી ઝોન-5 LCB સ્ક્વોડના PSI દીપક કુમાવત મળી હતી. પોલીસે દરોડા પાડતા જ નાસભાગ મચી હતી. સ્ક્વોડે જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી કફીલ અહેમદ શેખ સહિત ૧૧ લોકોની ધરપકડ કરી હતી. ઓનલાઈન યંત્રો વેચવાની જાહેરાત કરીને રૂ.૧૧ની બદલામાં દસ ગણા રૂપિયા આપવાની લાલચ આપીને હારજીતનો જુગાર રમાડવામાં આવતો હતો. જુગારધામમાં કોમ્પ્યુટર મૂકવા આવ્યું હતું જેમાં ભગવાનના ફોટા હતા. રમવા આવેલા લોકોએ કોઈપણ એક ભગવાનના ફોટા પર રૂ.૧૧નું ટોકન લેવાનું હોય છે. જે વ્યક્તિએ ટોકન લીધું હોય અને જીતી જાય તો તેના બદલામાં રૂ. 100નો ચાંદીનો સિક્કો અથવા તો ભગવાનનો ફોટો આપવાનો હોય છે. જોકે, ખેલીઓને રોકડા રૂપિયા અપાતા હતા.


ઝોન-5 LCB સ્ક્વોડના PSI સહિત પાંચ જવાનોની ટીમે દરોડા પાડ્યા તે સમયે ખેલીઓ અને જુગારધામના માલિકો ભાગ્યા હતા. PSIએ મોટાભાગના આરોપીને દબોચી લીધા હતા પરંતુ તે દરમિયાન તેમને સામાન્ય ઇજા પણ થઇ હતી.કોમ્પ્યુટરમાં દેવ-દેવીના ફોટા હોય છે. રૂ. 11નું ટોકન લઈને ફોટા સિલેક્ટ કરવાના હોય છે. કોઈપણ વ્યક્તિ જીતી જાય તો તેને રૂ. 100નો ભગવાનનો ફોટો અથવા તો બીજી કોઈપણ ધાર્મિક ચીજવસ્તુ આપવાની હોય છે. પરંતુ લોકો તેની આડમાં હારજીતનો જુગાર રમાડે છે.

Reporter: News Plus

Related Post