News Portal...

Breaking News :

બીએસએફ અને સીઆરપીએફની ભરતીઓમાં દસ ટકા અનામત પૂર્વ અગ્નિવીરોને આપવામાં આવશે

2024-07-12 11:11:58
બીએસએફ અને સીઆરપીએફની ભરતીઓમાં દસ ટકા અનામત પૂર્વ અગ્નિવીરોને આપવામાં આવશે


નવી દિલ્હી : પૂર્વ અગ્નિવીરોને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઇએસએફ) અને સીઆરપીએફની ભરતીઓમાં દસ ટકા અનામત આપવામાં આવશે. આ નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે. 


સીઆઇએસએફના ડાયરેક્ટર જનરલ નીના સિંહ અને બીએસએફના ડાયરેક્ટર જનરલ નીતિન અગ્રવાલે આ નિર્ણયની જાણ કરી છે. તાજેતરમાં જ અગ્નિવીર યોજના અંગે સંસદમાં ભારે હોબાળો થયો હતો.ભવિષ્યમાં બીએસએફ અને સીઆઇએસએફની તમામ નિમણૂકોમાં પૂર્વ અગ્નિવીરો માટે ૧૦ ટકા અનામત રાખવામાં આવશે.આ ઉપરાંત તેમને ફિઝિકલ ટેસ્ટ અને ઉંમરમાં છૂટ આપવામાં આવશે. પ્રથમ વર્ષમાં ઉંમરમાં પાંચ વર્ષની છૂટ મળશે અને આગામી વર્ષે ઉંમરમાં ત્રણ વર્ષની છૂટ મળશે. 


સીઆઇએસએફના વડાએ જણાવ્યું છ કે પૂર્વ અગ્નિવીરો આ લાભ ઉઠાવી શકશે અને સીઆઇએસએફ પણ સુનિશ્ચિત કરશે કે તેમને આ લાભ મળે.આનાથી સીઆઇએસએફને પણ લાભ થશે કારણકે તેમને પ્રશિક્ષિત અને શિસ્તબદ્ધ કર્મચારી મળશે.બીએસએફના વડા નીતિન અગ્રવાલે જણાવ્યું છે કે અગ્નિવીરો પાસે ચાર વર્ષનો અનુભવ છે. તેઓ સંપૂર્ણ રીતે શિસ્તબદ્ધ અને તાલીમ મેળવેલા જવાનો છે.આ બાબત બીએસએફ માટે ખૂબ જ સારી બાબત છે કારણકે અમને તાલીમબદ્ધ સૈનિક મળી રહ્યાં છે. સંક્ષિપ્ત તાલીમ પછી તેમને સરહદે તૈનાત કરવામાં આવશે.

Reporter: News Plus

Related Post