ન્યૂયોર્ક : સિરાક્યુઝ હેનકોક ઇન્ટરનેશનલ એરપોર્ટ પરના આકાશમાં બે વિમાન વચ્ચે ટક્કર થતા સહેજ માટે રહી ગઈ હતી
આ ભયાનક ક્ષણ જુલાઈની 8મીએ ઉત્તર સિરાક્યુઝ પોલીસ વિભાગની પેટ્રોલિંગ કાર પર લગાવેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી.આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ આ ગંભીર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને વિમાન કોમર્શિયલ એરલાઈન્સ કંપનીઓના હતા.એક ફ્લાઇટ PSA એરલાઇન્સ 5511 અને બીજી એન્ડેવર એર 5421 હતી. FAA દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના 8 જુલાઈએ સવારે 11:50 વાગ્યે બની હતી.
ATC એ PSA એરલાઇન્સ 5511ને સિરાક્યુસ હેનકોક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક વિમાનથી દૂર રહેવા માટે નિર્દેશ આપ્યો હતો. જે તે જ રનવે પરથી ટેક ઓફ કર્યું હતું.છેલ્લા કેટલાક સમયથી વિમાનોમાં ખામી સર્જાતા કે પછી કોઈ અન્ય કારણોસર ઈમરજન્સી લેન્ડિંગની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. આ કારણે ઘણી વખત મુસાફરોના જીવ અધ્ધર થઈ જતા હોય છે. ત્યારે હવે આકાશમાં જ એક મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી. થોડી ક્ષણ માટે તો યાત્રિઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.
Reporter: News Plus