શહેરના અનેક વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાનો વાવર ચાલી રહ્યો છે. ઝાડા ઉલટીના દર્દીઓ હાલ સારવાર હેઠળ દવાખાનામાં હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આજ રોજ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોષીએ કોલેરાગ્રસ્ત યાકુતપુરા વિસ્તારની મુલાકાત લીધી હતી.
આ વિસ્તારના કોલેરાના દર્દીઓ મળી આવ્યા હોવાની બાબતે કોંગ્રેસ પ્રમુખ 13 વર્ષીય કોલેરાગ્રસ્ત દર્દીની સબંધીઓને મળવા પહોંચ્યા હતા. મહત્વનું છે કે વોર્ડ નંબર 13માં ચૂંટાયેલા નગર સેવકો પાલિકાના સત્તાધારી પક્ષમાંથી જ ચૂંટાયેલા છે ઉપરાંત સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન પણ આ જ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતાં હોય એ વિસ્તારના નાગરિકોની સુખાકારીની કાળજી લેવામાં પાલિકાનું તંત્ર અસ્વસ્થ સાબિત થયું છે. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગંદકી હોવાની રજુઆત સ્થાનિકો દ્વારા વારંવાર કરવામાં આવી છે તેમ છતાં રહીશોની સમસ્યા પ્રત્યે બેદરકારી દાખવવાની ચેષ્ટા પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ કરી છે જેનું પરિણામ આ વિસ્તારમાં રહેતા નાગરિકો ભોગવી રહ્યા છે.
પુરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દૂષિત પાણી આવતું હોવાની રજૂઆત પણ રહીશો દ્વારા કરવામાં આવી છે ઉષિત પાણીને કારણે જ ઝાડા ઉલટીના કેસોમાં નોંધપાત્ર વધારો થયો હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે તો બીજી તરફ નગરપાલિકાના આરોગ્ય વિભાગની સૂચના મુજબ કલ્ચર ટેસ્ટ કરાયા બાદ જ કોલેરાનો પોઝિટિવ કેસ ગણવાની માહિતી સામે આવી છે. શહેરના ખાનગી દવાખાનામાં દર્દીઓ હાલતો સારવાર લઈ રહ્યા છે. પાલિકા દ્વારા જો સમયસર અને યોગ્ય દિશામાં કોલેરા અંગેના રોગ અટકાયતી પગલા લેવામાં નહીં આવે તો રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાય રહી છે.
Reporter: News Plus