વડોદરા શહેરમાં ક્યુબેટીક એજ્યુટેક પ્રા.લિ.બેંગ્લોર સ્થિત એબેકસ ટ્રેનીગ પ્રોગ્રામ ચલાવતી સંસ્થા દ્વારા ત્રીજી સ્ટેટ લેવલ એબકસ એન્ડ મેન્ટલ એરિથમેટીક સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
જેમાં સમગ્ર ગુજરાતમાથી ૧૦૦૦ થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ૭ થી ૧૪ વર્ષના બાળકોએ ૮ મીનીટમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ના ૨૦૦ દાખલાઓ સોલ્વ કર્યા હતા. આ સ્પર્ધામાં મુખ્ય અતિથિ તરીકે વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ., સુરતના પૂર્વ કુલપતી વિનોદ કોઠારી અને એમ.એસ.યુનિ. ની આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડો. કલ્પના ગવલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સ્પર્ધા વિશે માહિતી આપતા ક્યુબેટીક એજ્યુટેક પ્રાઇવેટ લિમીટેડના ડાયરેક્ટર જગદીશ પટેલે જણાવ્યું હતું કે, એજ્યુકેશનમાં થતી વિવિધ સ્પર્ધાઓમાં આ કોમ્પીટીશનને સૌથી મુશ્કેલ ગણવામાં આવે છે.
૮ મીનીટ જેટલા ઓછા સમયમાં ૨૦૦ દાખલાઓ સોલ્વ કરવા માટે બાળકોમાં એકાગ્રતા, સ્પીડ, એક્યુરેસી ટાઈમ મેનેજમેન્ટ, મેમરી, રિકોલિંગ જેવા દરેક પાસાઓની જરૂર પડે છે. જેના માટે બાળકો છેલ્લા એક મહિનાથી મહેનત કરતા હતા.આ સ્પર્ધામાં ભાગ લીધેલા એક હજારથી વધારે વિદ્યાર્થીઓમાંથી વિવિધ કેટેગરીમાં ૨૦૦ થી વધારે વિદ્યાર્થીઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. બાળકોના મગજના સર્વાંગી વિકાસ માટેનો એબેક્સ ટ્રેનીગ પ્રોગ્રામ ચલાવતી બેંગ્લોર બેઇજડ સંસ્થાના હાલ ભારતમાં ૧૦૦ થી વધુ સેન્ટર કાર્યરત છે.
Reporter: News Plus