હમણા જ ગત અઠવાડિયે રાજયભરમા શાળા પ્રવેશોત્સવ,અને કન્યા કેળવણી ની ઉજવણી કરવામાં આવી છે અને સરકાર દ્વારા અદ્યતન અને સ્માર્ટ શાળાઓ ની મોટી મોટી વાતો કરવામાં આવી હતી ત્યારે દાહોદ ના ડુંગરા ખાતે માત્ર બે ઓરડા માં એક થી આઠ ની શાળા ચાલે છે જેના કારણે બાળકો બહાર ઓટલા પર ભણવા મજબૂર બન્યા છે.
રાજયભર માં 21 માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ની ઉજવણી કરવામાં આવી હતી, સરકાર ના દાવા છે કે રાજયભર માં પ્રાથમિક શાળાઓ માટે સરકાર દ્વારા કરોડોના ખર્ચે અધતન અને સ્માર્ટ શાળા ઓ બનાવવામા આવી છે પરંતુ દાહોદ જિલ્લા માં સરકાર ના તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે દાહોદ ની છોટિયા ફળીયા ડુંગરા પ્રાથમિક શાળાની વાત કરીએ તો શાળામાં એક થી આઠ ધોરણમાં 208 બાળકો અભ્યાસ કરે છે અને 8 શિક્ષકો ફરજ બજાવે છે,શાળા માં સ્માર્ટ બોર્ડ,કોમ્પુટર લેબ,ની સાથે વિદ્યાર્થીઓ માટે અલગ અલગ શોચાલયોની સારી સુવિધાઓ છે ,પરંતુ શાળા માં માત્ર બે જ ઓરડા ઓ આવેલા છે
જેના કારણે બાળકો ને બહાર ઓટલા ઉપર, મેદાનમાં પતરા ના શેડ નીચે અને ધાબા ઉપર ખુલ્લા માં અભ્યાસ કરવો પડે છે હાલ ચોમાસું છે ત્યારે ખુલ્લા માં પાણી આવી જાય, જીવજંતુ આવે તેવા ભય ની વચ્ચે નાના નાના ભૂલકાં અભ્યાસ કરી રહ્યા છે દાહોદ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારો માં સ્માર્ટ ક્લાસ તો દૂર ની વાત છે પરંતુ બાળકો ને બેસવા માટે યોગ્ય છત માટે પણ ભૂલકા ઓ તરસી રહ્યા છે પ્રવેશોત્સવ ની ની સાથે સાથે સરકાર આવા અંતરિયાળ વિસ્તારો માં નવીન ઓરડા ઑ બનાવે તેવી વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકો ની પણ માંગ છે,પરંતુ હાલ સ્કૂલ પ્રશાસને કામચલાઉ વ્યવસ્થા ના ભાગ રૂપે 1 થી 5 અને 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે 2 પાળીઓ અલગ અલગ કરી દીધી છે.
Reporter: News Plus