News Portal...

Breaking News :

ટેસ્ટી અને ક્રિસ્પી કેળા અને ડુંગળીના ભજીયા

2024-07-22 16:13:04
ટેસ્ટી અને ક્રિસ્પી કેળા અને ડુંગળીના ભજીયા


આજે આપણે કેળા અને ડુંગળીના ક્રિસ્પી ભજીયા કેવી રીતે સરળતાથી બનશે તે જણાવીશું જે ઘરના દરેક લોકો ખાતા રહી જશે.



3 થી 4 વ્યક્તિ માટે ભજીયા બનાવવા 5 કેળા ને થોડા તેલ મા સાંતળી લ્યો. થોડો કલર બદલાય એટલે કેળાને કાઢીને ઠંડા પડવા દો. ઠંડા થયા પછી તેની છાલ ઉતારી તેને  મેસપ કરી લો અને તેમાં એક ડુંગળી જીણી સમારી મિક્ષ કરો. ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠુ, એક ચમચી ધાણાજીરું, અડધી ચમચી હળદર અને એક ચમચી લાલ મરચું નાખો.


જો તમને તીખું વધારે જોઈતું હોય તો લીલા મરચા ચોપ કરી સ્વાદ અનુસાર ઉમેરી શકો છો. હવે બધા મિશ્રણ ને મેસપ કરી ગરમ તેલમાં ભજીયા ઉતારી લો, ભજીયા થોડા બ્રાઉન કલરના રહ્યં એટલે દહીં કે સોસ સાથે નાસ્તામાં ખાસો તે ખુબ ટેસ્ટી લાગશે અને તેને ખુબ ઓછા સમયમા બનાવી શકશો.

Reporter: admin

Related Post