News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર

2024-07-22 16:03:41
આયુર્વેદિક ઉપચાર


તંદુરસ્ત અને લાંબુ જીવન જીવવું એ દરેક માણસની ઈચ્છા હોય છે. તંદુરસ્ત રહેવા માટે જરૂરી નથી કે હમેશા મોંઘી હેલ્થી વાનગીઓનું જ સેવન કરો. તમે દેશી વાનગીનું સેવન કરીને પણ તંદુરસ્ત રહી શકો છો.બસ તમારે ખાલી ગુણવતા,પ્રમાણ અને સમયનું ધ્યાન રાખવાની જરૂર છે.


ચાલો જાણીએ એવી કઈ વાનગીઓ છે જેનાથી શરીરમાં કેલ્શિયમ, આર્યન અને પ્રોટીનની ઉણપ નથી સર્જાતી.આપણે આવી વાનગીઓ વિષે જાણીએ.જેના સેવનથી તમે થાક, નબળાઈ, એનેમિયા, પ્રોટીનની ઉણપ વગેરે દૂર કરવામાં મદદરૂપ બનશે. ઘણા બધા લોકો સવારના નાસ્તામાં દલિયા ખાવાનું પસંદ કરે છે. દલિયા ઘણી બધી અલગ રીતથી બનાવી શકાય છે. દલિયામાં સારા કાર્બ્સ, ફાયબર અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. 


આ ઉપરાંત દલિયામાં વિટામિન બી પણ ભરપૂર માત્રમાં હોય છે. જે આપણા મગજના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. દહીં અને ફળ : જો તમે હેલ્થી વાનગી ખાવા માંગો છો તો દહીં અને ફળ તમારા માટે સારો વિકલ્પ છે. દહીંમાં આંતરડાના બેક્ટેરિયા, કેલ્શિયમ, વજન ઘટાડવા અને રોગપ્રતિકારક શક્તિનો ઉતમ સ્ત્રોત હોય છે. દહીં અને ભાત : ખિચડીની જેમ જ ભારતના કેટલાક હિસ્સામાં દહીં અને ભાત પણ મનગમતી વાનગી છે. દહીં ભાત સારા પાચન માટે મદદ કરે છે. આ સાથે જ દહીંમાં કેલ્શિયમનો સારો એવો સ્ત્રોત છે જે હાડકાં મજબૂત કરવામાં મદદરૂપ બને છે.

Reporter: admin

Related Post