શહેરના તરસાલી વિસ્તારમાં સ્લમ કોટર્સ દિવાળીપુરાના રહેવાસીઓના પાલિકાની વડી કચેરી ખાતે ધરણાં ના ૨૪ કલાક પૂર્ણ થયા છતાં સ્થાનિકો નું આંદોલન યથાવત રાખ્યું છે.
તરસાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરાના હાઉસિંગના 300 થી વધુ મકાનો જર્જરિત હોવાથી તેમના વિજ-પાણી કનેક્શન કાપી નાંખવામાં આવ્યા છે. જેને લઇને મહિલાઓ સહિતનો મોરચો ગતરોજ પાલિકાની કચેરીએ પહોંચ્યો હતો. અને ત્યારથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે વિરોધ પ્રદર્શનને 24 કલાક પૂર્ણ થયા છે. હજી પણ સ્થાનિકો અડગ રહીને વિરોધ દર્શાવી રહ્યા છે. અમારા ઘરે વિજ-પાણી કનેક્શન નથી. ઘરે છોકરાઓ હેરાન થાય છે. છોકરાઓ હેરાન થાય છે.
ઘરે ખાવાના વાંધા છે. ગરમી વધું છે. ચોમાસાના ટાઇમે અમારે જવું ક્યાં, રહેવું ક્યાં. ઘર છે પણ લાઇટ નથી. રહેવું કેવી રીતે ? તે લોકોની અમારી વાત સાંભળવી નથી. તેમને તેમનું કરવું છે. તે લોકો અમારી પ્રોબ્લેમ સમજવા તૈયાર નથી. ત્યારે રોજ સ્થાનિક લોકોએ પાલિકાની વડી કચેરી ખાતે તપેલા ચડાવ્યા હતા અને ખીચડી બનાવી હતી છતાં પણ પાલિકાના અધિકારીઓ અમારી સમસ્યા સમજવા તૈયાર નથી ત્યારે તારીખ લોકોની માંગ છે. કે અમને અમારી વીજ કનેક્શન પાણી કનેક્શન જોડી આપવા માટે રજૂઆત કરી રહ્યા છે. ત્યારે હજુ પણ પાલિકા તંત્ર ઊંઘમાંથી ના જાગતા નાગરિકોનો આંદોલન હજુ પણ યથાવત રાખ્યો છે
Reporter: News Plus