કૂચબિહાર: પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં 32 વર્ષની મહિલાને નિર્વસ્ત્ર કરીને માર મારવાના મામલાને લઈને રાજકીય હંગામો શરૂ ગયો છે.
ભાજપનો દાવો છે કે પીડિતા પાર્ટીના લઘુમતી મોરચાની ઉપાધ્યક્ષ છે. ભાજપે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને પત્ર લખીને ઘટનાની તપાસ માટે તેની ટીમ રાજ્યમાં મોકલવા જણાવ્યું છે. આ સાથે જ ટીએમસીએ ભાજપ પર સંકુચિત રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસનું કહેવું છે કે ખોટી માહિતી આપીને ઘટનાને સાંપ્રદાયિક બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે તે પારિવારિક વિવાદ હતો.પીડિતાના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે લાંબા સમયથી ચાલી રહેલા પારિવારિક વિવાદને કારણે પડોશીઓએ તેમની પુત્રી પર હુમલો કર્યો હતો. પાડોશી સાથે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.
પીડિતાના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મારી પુત્રી સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા હતા. આ પછી, તેઓએ તેને વાળથી ખેંચી, તેને નિર્વસ્ત્ર કરી અને માર માર્યો. આ પછી તેને ધમકી આપીને રસ્તા પર છોડી દીધી હતી. તેણે પોતાની ફરિયાદમાં કોઈ રાજકીય પક્ષનું નામ લીધું નથી. જોકે, બાદમાં તેણે પત્રકારોને જણાવ્યું હતું કે તેની પુત્રી પર હુમલો કરવામાં આવ્યો હતો કારણ કે તે ભાજપની કાર્યકર હતી.પોલીસનું કહેવું છે કે, ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે મહિલાને નિર્વસ્ત્ર કરી મારવામાં આવી હતી અને તેની પાછળ રાજકીય હેતુ હતો. આ ઘટનાને સાંપ્રદાયિક અને રાજકીય રંગ આપવાના પ્રયાસો થઈ રહ્યા છે. પોલીસે જણાવ્યું કે પીડિતા અને ગામની મહિલાઓ વચ્ચે અગાઉ કોઈ વિવાદના કારણે ઝઘડો થયો હતો. મારામારીના કારણે પીડિતાના કપડા ફાટી ગયા હતા.
Reporter: News Plus