આનંદ આશ્રમની સિનિયર સિટીઝન સ્પિરિચ્યુઅલ સેવા અંતર્ગત વડોદરા વિભિન્ન વૃદ્ધાશ્રમ તથા વૃદ્ધોના ઘરે સેવા અર્પણ કરવામાં આવે છે.
જેમાં ભજન કીર્તનનો પ્રોગ્રામ,પરસ્પર જીવનલક્ષી સત્ર પર વાત, ત્યોહાર અનુસાર ઉજવણી અને રમતગમતનો પ્રોગ્રામ યોજીને વડીલોને એકલવાયું જીવનથી કંઈક અલગ ખુશીનો આનંદ પ્રાપ્ત થાય. તાજેતરમાં આનંદ આશ્રમ દ્વારા કાળજી કેર સેન્ટર, અકોટામાં સ્વાંત્રતા દિવસની ઉજવણી કરી જેમાં ત્યાં રહેતા વડીલો ને દેશભક્તિના ફિલ્મી ગીતો ની રજુઆત કરી.
આ દેશભક્તિના ગીતો સાંભળી ત્યાંના વડીલો દેશભક્તિના રંગ માં રંગાઈ ગયા અને ખૂબ આનંદ મેળવ્યો. આ સેવા કાર્યમાં આનંદ આશ્રમ સિનિયર સેવિકા હેમાજી રાયજાદા, અનિતા શિવાની, શૈલજા, લક્ષ્મી રવિ તથા અન્ય સ્વયં સેવકો દ્વારા સેવા આપવામાં આવી.
Reporter: admin