News Portal...

Breaking News :

ચાંદોદ ખાતે નર્મદા નદી ઉપર બોર્ડ લગાવી પ્રતિબંધ લાગુ કરાયો

2024-08-13 13:44:55
ચાંદોદ ખાતે નર્મદા નદી ઉપર બોર્ડ લગાવી પ્રતિબંધ લાગુ કરાયો


ડભોઇ : તાલુકાના ચાંદોદ ગ્રામ પંચાયતે નર્મદા નદીમાં સ્નાન પર પ્રતિબંધ લગાવ્યો છે.નર્મદા નદી ઉપર બોર્ડ લગાવી પ્રતિબંધ લાગુ કર્યો છે. 


નર્મદા નદીની સપાટી વધતા નિર્ણય લેવાયો છે. જો કોઈપણ જાનહાની થશે તો તંત્રની  જવાબદારી નહીં રહે તેવી ચેતવણી અપાઈ છે.ચાંદોમાં રોજીંદાપણે હજારો યાત્રીકો આવ જા કરે છે નર્મદામાં સ્નાન પણ કરે છે.નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતેથી વહેતી નર્મદા નદીની જળ સપાટીમાં ગત બે દિવસની સરખામણીમાં નહિવત વધારો નોંધાયો છે.નર્મદા ડેમ ના 9 દરવાજા 2.1 મીટર ખોલી 201831 ક્યુસેક પાણી હાલ નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે 



પરિણામે ડભોઇના ચાંદોદ ખાતે જળ સપાટીમાં વધારો નોંધાયો છે. યાત્રાધામ ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારાવ ઘાટના 58 પગથિયા પાણીમાં ગરકાવ છે જ્યારે 50 પગથિયાં હજુ પણ પાણીની બહાર હોઈ ચાંદોદ ખાતે પાણીએ ભયજનક સપાટી વટાવી નથી. સરદાર સરોવર નર્મદા બંધમાંથી તબક્કાવાર પાણી છોડવાનો ક્રમ ચાલુ રહેતા દુર્ઘટના કે જાનહાની ન થાય તે માટે કાંઠા કિનારાના રહેવાસોને સાવચેતી દાખવવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Reporter: admin

Related Post