News Portal...

Breaking News :

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિતમાં ભારતી પ્રાથમિક શાળા, અકોટા ખાતે દેવી અહલ્યાબાઈ હોલકરનાં નિર્વાણ દિન નિમિત્તે તેમની ગૌરવગાથાને યાદ કરતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

2024-08-13 13:17:03
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિતમાં ભારતી પ્રાથમિક શાળા, અકોટા ખાતે દેવી અહલ્યાબાઈ હોલકરનાં નિર્વાણ દિન નિમિત્તે તેમની ગૌરવગાથાને યાદ કરતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું


નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત માં ભારતી પ્રાથમિક શાળા, સયાજીગંજ-5 અકોટા પોલીસ લાઈન ખાતે આજ રોજ દેવી અહલ્યાબાઈ હોલકરના નિર્વાણ દિન નિમિત્તે તેમની સિદ્ધિઓ અને તેમના સ્મરણો યાદ કરવા માટે વિદ્યાર્થીઓ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 


આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા તેમના જીવનની ગાથા અને તેમની સિદ્ધિઓ વર્ણવતા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા  તેની સાથે સાથે શાળાના શિક્ષકો દ્વારા પણ તેમના વિશે ખૂબ જ રસપ્રદ વાતો વિદ્યાર્થીઓને કરવામાં આવેલી હતી.આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે અને પ્રેરણા આપવા માટે વડોદરા શહેરના શિક્ષિત અને યુવા સાંસદ ડો. હેમાંગ જોશી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષીધ દેસાઈ, ઉપાધ્યક્ષ અંજના ઠક્કર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માનનીય તમામ સભ્યઓ, વોર્ડના કાઉન્સિલર, પ્રમુખ, મહામંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 


આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા માન. સાંસદ  ડૉ. હેમાંગ જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજની દીકરીઓ પણ આવતીકાલે દેશના ભવિષ્ય માટે ખૂબ જ ઉજ્જવળ પ્રયત્નો કરી શકે તેમ છે. દેવી અહલ્યાબાઈ હોલકર માંથી તેમને પણ પ્રેરણા લેવી જોઈએ. તેમના માંથી પ્રેરણા લઈ તેઓ ભારત દેશનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બનાવવા માટે સક્ષમ બની શકે એમ છે. શાળાના જે વિદ્યાર્થીઓએ અહલ્યાબાઈ હોલકરના વક્તવ્યમાં ભાગ લીધો હતો. તે તમામ વિદ્યાર્થીઓને સાંસદ દ્વારા 501 રૂપિયાનું ઇનામ રોકડમાં આપવામાં આવેલું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા વિદ્યાર્થીઓ જીવનમાં પ્રેરણા લઈ શકાય તેવા કાર્યક્રમોનું આયોજન હંમેશા કરવામાં આવે છે. જેના થકી વિદ્યાર્થીઓનું ઘડતર થઈ શકે અને તેઓ શ્રેષ્ઠ નાગરિક બનવા તરફ આગળ વધી શકે.

Reporter: admin

Related Post