વડોદરા : પવિત્ર શ્રાવણ માસમાં શિવજીના ઘીના કમળના દર્શન કરવાનું અનેરું મહત્વ હોય છે. શિવાલયોમાં શ્રાવણ માસમાં ઘીના કમળ દર્શન માટે મુકવામાં આવતા હોય છે.
પવિત્ર શ્રાવણ માસ એટલે દેવો ના દેવ મહાદેવ નો પવિત્ર માસ, આ વખતે શ્રાવણમાં અદ્ભૂત સંયોગ, 5 સોમવાર, ભગવાન શિવને પ્રસન્ન કરવા શિવાલયોમાં ઘી માંથી તૈયાર કરવામાં આવેલી કલાકૃતિઓ મૂકવામાં આવે છે. જેને લઈને તૈયારીઓ પણ કરી દેવાઈ છે. સાથે જ ભગવાન ભોલેનાથના અલગ અલગ સ્વરૂપોનું ચિત્ર ઘી ઉપર બનાવી તેની પણ પૂજા-અર્ચના કરાઈ છે.અનેક વર્ષો જૂની પરંપરાને જાળવી રાખવા દાંડિયા બજાર માં આવેલ નિલકંઠ મહાદેવ મંદિર પરિસર માં વિજયગિરી ગોસ્વામી દ્વારા ઘી ના કમળ બનાવા માં આવે છે, તેમની આ કળા તેમના પિતા દ્વારા મળી છે, દર વર્ષે શ્રાવણ માસમાં વડોદરા શહેરના વિવિધ મંદિરે મહાદેવ, પાર્વતી, ગણપતિ અને નાગદેવતા સાથેનું ઘીના કમળ બનાવાયા છે.
ઘીના કમળ વનસ્પતિ ઘી થી બનાવવામાં આવે છે, આ શ્રાવણ માસ દરમિયાન 80થી ઉપર અલગ અલગ પ્રકારના મહાદેવ ના કમળ તૈયાર કરવામાં આવનાર છે.શ્રાવણ માસમાં દરેક શિવાલય માં ઘીના કમળ ચઢાવવામાં આવે છે. ઘીના કમળ ને બનાવવા માટે ઘીને ઓગાળીને તેને તાવડીમાં રેડીને બરફ થી ઠંડુ કર્યા બાદ તેના ઉપર ઓઇલ પેન્ટ થી પેન્ટિંગ કરવામાં આવે છે. પેન્ટિંગ કરતી વખતે માત્ર ઓઈલ કલરનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત આના પર પેન્ટિંગ, ઘી ઉપર તેને પેન્ટિંગ કરતા ઘણી કાળજી રાખવામાં આવે છે. ઘીમાં બનેલી આ પેન્ટિંગ ઘણી મનમોહક લાગે છે. અને વનસ્પતિ ઘી અને ઓઈલ કલર સિવાય બીજા કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ તેમાં કરવામાં આવતો નથી.વર્ષોથી ઘી ના કમળ ચઢાવવાની આ પ્રથાને જાળવવી જરૂરી છે કારણકે ભક્તોની લાગણીઓ પણ તેની સાથે જોડાયેલી છે.
Reporter: admin