શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ ખાટકીવાડમાંથી એસ.ઓ.જી પોલીસે શંકાસ્પદ ૧૦૦ કિલો ગૌમાંસ ઝડપી પાડ્યું હતું. હાલ તો એસ ઓ જી દ્વારા ઝડપી લેવાયેલ શંકાસ્પદ ગૌમાંસ અંગે જરૂરી પરિક્ષણ હાથ ધરાયુ છે.
શહેરના મૂંગા જીવો માટે જીવદયાનું કામ કરતી સંસ્થા દ્વારા એસઓજીને માહિતી આપવામાં આવી હતી કે શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર ખાટકી વાડામાં મોટા પ્રમાણમાં ગૌમાંસનો જથ્થો વેચાણ રાખેલ છે પોલીસને મળેલી માહિતીના આધારે ટીમ ખાટકી વાળ ખાતે પહોંચી હતી અને વેચાણ અર્થે રાખવામાં આવેલ 100 કિલો થી વધારે માત્રા નો શંકાસ્પદ ગૌમાસ નો જથ્થો ઝડપી પાડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે નવા યાર્ડ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર રીતે પશુઓનો માસ વેચવાનો કારોબાર ચાલે છે.પાલિકા દ્વારા વિસ્તારમાં આવેલ દુકાનોને ઘણી વાર સિલ મારવામાં આવી છે તેમ છતાં ફરીથી આ દુકાનો ધમધમતી થઈ જાય છે. એસ.ઓ.જી પોલીસે મળી આવેલ માંસ અંગે એફ એસ એલની મદદ લઈને આગળની તપાસ હાથ ધરી છે.
Reporter: News Plus