ચોમાસાની સીઝનની શરૂઆત થતા જ શહેરના અનેક વિસ્તારોમાં પાણીજન્ય રોગ ચાળાએ માથું ઉચકતા દવાખાનમાં સારવાર કરાવવા માટે આવતાં દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
શહેરના અનેક વિસ્તારોમાં દૂષિત પાણી ગંદુ પાણીના વિતરણને પગલે અનેક રહીશો બીમારીમાં સપડાયા છે. શહેરના નવાપુરા ખાટકી વાળ વિસ્તારમાં આવેલ પંખા વાલી ગલીમાં કુલ 60 જેટલા મકાનો આવેલા છે આ 60 મકાનોના રહીશોને પાલિકાનું વહીવટી તંત્ર પીવાનું ચોખ્ખું પાણી આપવામાં વામનું સાબિત થયું છે. છેલ્લા દસ-દસ દિવસથી આ વિસ્તારના નાગરિકો કાળુ અને ગંદાં પાણી નો ઉપયોગ કરી રહ્યા છે .વિસ્તારના સ્થાનિક નગરસેવક બાલુ સુર્વેએ પાણીની સમસ્યા અંગે પાલિકામાં વારંવાર રજૂઆત કરી છે પાણી વિતરણ સમિતિ સહિત પાણી પુરવઠા વિભાગમાં પણ વારંવાર રજૂઆત કર્યા બાદ પણ આ વિસ્તારના નાગરિકોને શુદ્ધ પાણી મળી નથી રહ્યું.
એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં કોલેરાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ નવાપુરાના ખાટકીવાડ વિસ્તારની પાંખવાળી ગલીના વિસ્તારમાં દૂષિત પાણીને પગલે રહીશો હેરાન થઈ રહ્યા છે .આ વિસ્તારના નાગરિકો નિયમિત પાણી વેરો પણ ભરે છે તેમ છતાંય પાલિકા નું તંત્ર રહીશોને શુદ્ધ પાણી નથી આપી રહ્યું આ એની વિડંબના છે. અલબત્ત દૂષિત પાણીને લઈને હવે સ્થાનિકોનો રોષ ચરણસીમાએ પહોંચ્યો છે. સ્થાનિકો દ્વારા ચીમકી આપવામાં આવી છે કે આગામી બે ત્રણ દિવસમાં પાલિકા દ્વારા આ સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે તો રહીશો દ્વારા પાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરીને મોરચો માંડવામાં આવશે.
Reporter: News Plus