વડોદરા : ઈતિહાસમાં સૌ પ્રથમ વખત વડોદરા મધ્યસ્થ જેલમાંથી કેદીઓના મ્યુઝિકલ આલ્બમ "સુરીલી આઝાદી”નુ તા.૧૪ઓગષ્ટ ૨૦૨૪ના રોજ બપોર બાદ ૦૪:૩૦ કલાકે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોન્ચ કરવામાં આવશે.
જેલોના વડા ડો. કે. એલ. એન. રાવ સાહેબ અને વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક ડો.નિધિ ઠાકુર નાઓના માર્ગદર્શન હેઠળ શહેરની આર્ટ ઓરીજનલ સંસ્થા અને એમ.એસ. યુનિવર્સિટી વડોદરાના સંયુક્ત પ્રયાસોથી આ મ્યુઝિકલ આલ્બમ બનાવવામાં આવેલ છે, આ આલ્બમની ખાસ વિશેષતા એ છે કે, આલ્બમમા કુલ પાંચ ગીતો જેલના પાકા કામના કેદી કિરીટભાઈ ખરાદી દ્વારા લખવામાં આવેલ છે, આ મ્યુઝિકલ આલ્બમમાં દીકરી વિદાયનું, મહારાજા સયાજીરાવ ગાયકવાડ, વડોદરાની માટીની ખુશ્બુ, લાડલી બહેન તેમજ ભગવાન રામ વિષય ઉપર ગીતોની સુંદર રચના કરવામાં આવેલ છે.
પાંચ પૈકી બે ગીત વડોદરાની માટીની ખુશ્બુ અને સયાજીરાવ ગાયકવાડની જીવનશૈલીના ગીત ઈન્ડિયન આઈડોલ સ્ટાર શિવમસિંહ ના કંઠે ગવાયા છે, બાકીના ત્રણ ગીત વડોદરા સેન્ટ્રલ જેલના પાકા કામના કેદી જયપાલ રાવળ અને કિરીટભાઈ ખરાદી એ ગાયા છે, મ્યુઝિકલ આલ્બમનું કંપોઝિશન એમ.એસ.યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી દ્વારા કરવામાં આવેલ છે. અને તેને વડોદરા સેન્ટ્રલ જેલના રેડિયો પ્રિઝન (રેડિયો સ્ટેશન) માં કેદીઓના ગીતોનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે.આર્ટ ઓરીજનલે કરેલી પહેલનો આ પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂરો કરવામાં ત્રણ માસનો સમય લાગ્યો છે, આ મ્યુઝિકલ આલ્બમનું તા.૧૪ ઓગષ્ટ ના રોજ બપોર બાદ ૦૪:૩૦ કલાકે વડોદરા મધ્યસ્થ જેલના ઓપન થિયેટરના પ્રાંગણથી રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોન્ચ કરવામાં આવશે, તેમજ આ કાર્યક્રમનું આર્ટ ઓરીજનલ ઉપર યુટ્યુબના માધ્યમથી લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે.
Reporter: admin