સુરત : એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પારિવારિક ઝઘડાથી કંટાળીને એક યુવક ઇમારતના ચોથા માળની બારીની છત પર ચઢી ગયો હતો અને નીચે કૂદીને આત્મહત્યા કરવાની ધમકી આપવા લાગ્યો હતો.
આ ઘટના સુરત જિલ્લાના નનસાડ ગામની છે. જેમાં પારિવારિક ઝઘડાથી કંટાળીને એક યુવક તેની સોસાયટીની ઇમારતની ચોથા માળની બારી ની છત પરથી નીચે કુદવાની ધમકી આપી હતી. જેમાં સોસાયટીના લોકોએ તેને જોઈને નીચે ઉતરવાનું કહ્યું તો તે કોઈની વાત સાંભળવા તૈયાર ન હતો. ત્યારે આખરે સોસાયટીના લોકોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી.યુવકને વાતચીતમાં વ્યસ્ત રાખ્યો હતો.ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને ફાયરના જવાનોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નીચે ઉતરવા તૈયાર નહોતો.
આ પછી ફાયર વિભાગનો સ્ટાફ અને પોલીસની ટીમ ઈમારતની નીચે નેટ પકડીને ઊભા રહ્યા હતા. જેથી યુવક નીચે કૂદી પડે તો પણ તેને બચાવી શકે. જ્યારે આખરે ફાયર બ્રિગેડની ટીમ બિલ્ડિંગની છત પર પહોંચી હતી. આ દરમિયાન સ્થાનિક લોકો અને પોલીસે યુવકને વાતચીતમાં વ્યસ્ત રાખ્યો હતો. આ પછી ફાયરના જવાનો ચોથા માળની છત પર ચઢી ગયા હતા અને યુવકને પકડી લીધો હતો. આ રીતે આ યુવકનો જીવ બચી ગયો હતો.
Reporter: admin