વોશિંગ્ટન : યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે અપેક્ષા મુજબ આ વખતે પણ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે.
યુએસ ફેડએ વ્યાજ દરોમાં 25 બેસિસ પોઈન્ટ એટલે કે 0.25 નો ઘટાડો કર્યો છે. ફેડએ ગુરુવારે મોડી રાત્રે આરેટ કટની જાહેરાત કરી હતી. આ દરમાં ઘટાડો મોંઘવારી અને આર્થિક પ્રવૃત્તિઓના વિસ્તરણને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. ફેડે જણાવ્યું હતું કે જોબ માર્કેટમાં સુધારો થયો છે. પરંતુ વૃદ્ધિ હજુ પણ ઘણી ઓછી છે.ફેડએ કહ્યું કે ફુગાવાનો દર યુએસ સેન્ટ્રલ બેંકના 2 ટકાના લક્ષ્યાંકની સતત નજીક આવી રહ્યો છે. ફેડરલ રિઝર્વે જણાવ્યું હતું કે જોબ માર્કેટમાં સુધારો થયો છે. પરંતુ વૃદ્ધિ ધીમી છે.
કેન્દ્રીય બેંકની વ્યાજ દર નિર્ધારણ પેનલ ફેડરલ ઓપન માર્કેટ મિટીએ જણાવ્યું હતું કે આર્થિક પ્રવૃત્તિ મજબૂત ગતિએ વિસ્તરી રહી છે. મીટિંગમાં મુખ્ય વ્યાજ દરને 4.50 ટકા થી 4.75 ટકા ની રેન્જમાં ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. યુએસ ફેડના ચેરમેન જેરોમ પોવેલે પણ કહ્યું હતું કે ચૂંટણીની નીતિગત નિર્ણયો પર કોઈ અસર પડતી નથી.શેરબજારના રોકાણકારો ફેડના નિર્ણય પર નજર રાખી રહ્યા હતા. રોકાણકારોની અપેક્ષા મુજબ ફેડએ વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. નિષ્ણાતોના મતે ફેડના આ નિર્ણયની શેરબજાર પર ખાસ અસર નહીં થાય. કારણ કે બજાર પહેલાથી જ અપેક્ષા રાખતું હતું કે ફેડ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે.
Reporter: admin