હરણી લેક ઝોન દુર્ઘટના દરમિયાન મૃત્યુ પામેલા બાળકોના પરિવારજનો હજી પણ ન્યાય માટે જમખી રહ્યા છે ત્યારે આજે નળની એક્ઝામ દુર્ઘટના કેસમાં સુપ્રીમ કોર્ટમાં ડો. વિનોદ રાવ દ્વારા ગુજરાત સરકાર વિરુદ્ધ અપીલ કરવામાં આવી હતી જે સુપ્રીમ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.
ડો. વિનોદ રાવ હરણી લેક ઝોન દુર્ઘટના કેસમાં હરણી લેક ઝોન ખાતે બોટિંગ બાબતે મંજૂરી આપવા બાબતે તેમજ ટેન્ડર બાબત ની પ્રક્રિયા બાબતે તેમનું નામ આવ્યું હતું અને તેમના પર તપાસ થાય તે માટે હાઇકોર્ટ દ્વારા પણ નોટિસ પાઠવવામાં આવી હતી જોકે બાદમાં તેઓ દ્વારા હાઇકોર્ટ મ્યુનિસિપલ કમિશનર સહિતના લોકો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી જો કે સુપ્રીમ કોર્ટ દ્વારા તે અપીલ ના મંજૂર કરી દેવામાં આવી હતી.
જો કે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી માસમાં બનેલી આ ઘટનાને હવે નવ મહિના પૂર્ણ થવા આવશે પરંતુ હજી સુધી નિર્દોષ બાળકોના પરિવારોને ન્યાય નથી મળ્યો સાથે જ કોઈપણ પ્રકારની કામગીરી પણ કરવામાં આવી નથી ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા ડોક્ટર વિનોદ રાવની અપીલ ના મંજૂર કરતા હવે નિર્દોષ પરિવારોને આશાની કિરણ દેખાઈ રહી હોય તેમ જોવા મળી રહ્યું છે.
Reporter: admin