News Portal...

Breaking News :

ફૂડ પેકેટમાં જીવડાં અને જે મળે તે ખાઈ લેવા સ્ટેશન ઓફિસરની લશ્કરોને સુફિયાણી સલાહ

2024-09-14 13:15:18
ફૂડ પેકેટમાં જીવડાં અને જે મળે તે ખાઈ લેવા સ્ટેશન ઓફિસરની લશ્કરોને સુફિયાણી સલાહ


વડીવાડી ફાયર સ્ટેશનનો વિચિત્ર કિસ્સો ગણેશ ઉત્સવને અનુલક્ષીને શહેરના ફાયર સ્ટેશનો કર્મચારીઓ ઘડિયાળના કાંટે ફરજ બજાવી રહ્યા છે..


તેમની સુવિધા માટે અને ફરજમાં વિક્ષેપ ટાળવા  ફાયર બ્રિગેડ દ્વારા ફૂડ પેકેટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.આ સૌજન્ય આમ તો કર્મયોગી સ્ટાફ માટે સારું અને આવકાર્ય છે.પરંતુ આ ફૂડ પેકેટમાં જીવાત જોવા મળતા વડીવાડી ફાયર સ્ટેશનના કર્મચારીઓ ચોંકી ઉઠ્યા હતા. તેમણે તુરત જ સ્ટેશન ઓફિસર અમિત ગઢવીનો સંપર્ક કરીને, તેમને આ વાત જણાવી હતી.જો કે તેમને આ રજુઆતનો કલ્પના ન આવે એવો વિચિત્ર પ્રતિસાદ મળ્યો હતો.સૂત્રો ના જણાવ્યા પ્રમાણે સ્ટેશને ઓફિસરે જે મળે અને જેવું મળે તે ખાઈ લેવા જણાવ્યું હતું.


ચા માં માંખ પડી જાય તો એવી ચા કોઈ પીતું નથી.ત્યારે સ્ટેશન ઓફિસરે જીવડાંવાળું ભોજન ખાઈ લેવાની સુફિયાણી સલાહ આપતા સૈનિકો અને સ્ટાફ વિમાસણમાં મુકાઇ ગયો હતો.જીવડાં દેખાતા હોય એવું ભોજન કોઈ કેવી રીતે ખાઈ શકે અને અધિકારી કેવી રીતે એ ખાઈ લેવાની સલાહ આપી શકે એવો બળાપો સંબંધિત કર્મચારીઓ વ્યક્ત કરી રહ્યા છે.આ સ્ટેશન ઓફિસર પાસે ત્રણ ચાર્જ છે.સ્વાભાવિક રીતે તેમના પર કાર્યભારણ વધારે છે.એટલે તેઓ જો બધી બાબતો પર ધ્યાન ન આપી શકતા હોય તો એકાદ ચાર્જ છોડી દેવો જોઈએ.આવો ખોરાક ખાઈને સૈનિકો અને ફાયરકર્મીઓ બીમાર પડે તો શું તેઓ જવાબદારી લેશે? આ પ્રકારના પ્રશ્નો કર્મચારીઓ પૂછી રહ્યા છે.

Reporter: admin

Related Post