મહારાણી ચીમણાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય (MCSU) સતત પાંચમા વર્ષે બહુ-અપેક્ષિત "લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા 2024" નું આયોજન કરશે.
3 થી 11 ઓક્ટોબર, 2024 દરમિયાન યોજાનારા આ નવ દિવસનો ઉત્સવ - હજારો ગરબા રસીકો, માતાજીના ઉપાસકો અને સંસ્કૃતિના ચાહકોને એક સૂત્રે જોડીને નવરાત્રિના ઉમંગ-ઉલ્લાસની ઉજવણીનો એક અનોખો અવસર બનાવીશે.મહારાણી રાધિકારાજે ગાયકવાડે જણાવ્યું કે-લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા એ માત્ર ઉજવણી નથી, તે સંસ્કૃતિના માધ્યમ થી પરિવર્તન - બદલાવ નું ઉત્પ્રેરક પરિબળ છે. "મહિલા સશક્તિકરણ" એ મહારાણી ચીમનાબાઈનો વારસો છે. તેઓ માનતા કે સશક્ત નારી જ નારી સશક્તિકરણ નું માધ્યમ બની શકે. એ વારસાને જાળવી રાખવા અને આગળ ધપાવતા હું ખુબ જ ગર્વ અનુભવું છું. નવરાત્રિના ગરબા એ સંસ્કારી નગરીનો સમૃદ્ધ વારસો છે.
અમે વડોદરાવાસીઓ સાથે સંસ્કારીનગરીમાં નવરાત્રીના સમૃદ્ધ વારસાને આગળ વધારવા આતુર છીએ.દર વર્ષની જેમ, લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાથી થયેલ આવકનો ઉપયોગ - પૂરગ્રસ્ત નાગરિકોને સહાયથી માંડીને મહિલા સશક્તિકરણ, કલા અને હસ્તકલાના સંરક્ષણ તથા LGBTQIA + અધિકારોના મજબૂતિકરણ જેવી સામાજિક પહેલને ટેકો આપવા માટે કરવામાં આવશે.છેલ્લા 35 વર્ષથી સમગ્ર ભારત અને વિદેશમાં રાસ-ગરબા, ભક્તિ સંગીત અને ગઝલ દ્વારા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી રહેલા જાણીતા કલાકારો સચિન અને આશિતા લિમયે તેમના મધુર કંઠે ગરબા રસિકોને ગરબે રમાડશે. આ જોડિ અને તેમની ટીમ પરંપરાગત અને આધુનિક શૈલીઓનું સુંદર રીતે મિશ્રણ કરે છે તથા તેમની પ્રભાવશાળી રજૂઆતો માટે જાણીતા છે, જેના કારણે તેઓ આ વર્ષના LVP હેરિટેજ ગરબા માટે આદર્શ પસંદગી છે. તેમની ઊર્જાસભર પ્રસ્તુતીઓ ગરબામાં ઉર્જા અને સૌમ્યતા ભરશે, અને તમામ ઉપસ્થિત લોકોને અવિસ્મરણીય અનુભવ અપાવશે.
Reporter: admin