News Portal...

Breaking News :

સુબ્રમણ્યમ સ્વામીના સેબી ચીફ માધવી બુચ પર ગંભીર આરોપ

2024-08-21 10:21:38
સુબ્રમણ્યમ સ્વામીના સેબી ચીફ માધવી બુચ પર ગંભીર આરોપ


સેબી ચીફ માધવી બુચ ફરી એકવાર વિવાદોમાં છે. દિલ્લી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં વરિષ્ઠ વકીલ સુબ્રમણ્યમ સ્વામીએ સેબી ચીફ માધવી બુચ પર ગંભીર આરોપ લગાવ્યા છે. 


13 માર્ચ 2024માં હાઈકોર્ટમાં દાખલ એફિડેવિટમાં સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો કે સેબી અધ્યક્ષ 4 ફેબ્રુઆરી 2015થી 3 એપ્રિલ 2017 સુધી મેક્સ હેલ્થકેર ઈન્સ્ટીટ્યૂટમાં એડિશનલ ડિરેક્ટર અને ડિરેક્ટર રહ્યા છે. એવાાં સીધા તેમના હિતોના ટકરાવનો મામલો બને છે.પોતાના આદેશમાં હાઇકોર્ટએ કહ્યું કે સેબી અધ્યક્ષ માધવીના મેક્સ ગ્રૂપની સાથે પહેલાં પણ પ્રોફેશનલ સંબંધ રહ્યા છે. પરંતુ આ સંબંધોના કારણે રેગ્યુલેરટર તરીકે કાયદા અંતર્ગત નિર્ણય લેવાની સેબી જવાબદારી અને કર્તવ્ય ખતમ કરી શકે નહીં. કોર્ટે એ પણ કહ્યું કે જો તેમ છતાં પણ આ મામલામાં સેબીનો અંતિમ નિર્ણય, સેબી અધ્યક્ષ માધવી બુચ અને મેક્સના જૂના પ્રોફેશનલ સંબંધોથી કોઈપણ રીતે પ્રભાવિત થાય છે તો અરજીકર્તા મામલાને ફરીથી કોર્ટમાં રાખી શકે છે.


આ મામલાને સુનાવણી દરમિયાન IRDA એટલે ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે તેમણે પહેલાં જ એક્સિસ બેંક પર 2 કરોડ રૂપિયા અને મેક્સ લાઈફ પર 3 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આગળની કાર્યવાહી માટે મામલો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને સેબીને મોકલી દેવામાં આવ્યો છે.હિંડનબર્ગના રિપોર્ટ પછી સેબી ચીફ માધવી બુચ પર સતત મોટા ખુલાસા થઈ રહ્યા છે.એવામાં સવાલ એ છે કે સેબી તરફથી માધવી બુચ પર હજુ સુધી કેમ મોટી કાર્યવાહી થઈ નથી? શું સેબી સમજી-વિચારીને આ મામલાથી અજાણ બની રહી છે કે પછી સેબી જાતે જ માધવી બુચના કારનામા પર પરદો નાંખવામાં લાગી ગઈ છે.

Reporter: admin

Related Post