નવી દિલ્હી: આગામી સમયમાં યોજાનાર રાજ્યસભા ખાલી થનારી બેઠકોની ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પક્ષ દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે.
ભાજપે આઠ રાજ્યોની 9 રાજ્યસભા બેઠકોને માટે યાદી જાહેર કરી છે. કિરણ ચૌધરીને હરિયાણાથી અને રવનીત બિટ્ટુને રાજસ્થાનથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.આગામી 3 સપ્ટેમ્બરના રોજ દેશના નવ રાજ્યોની 12 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી યોજવાની છે. ચૂંટણી પંચે પોતાનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ત્યારબાદ ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
પાર્ટીએ અખબારી યાદી જાહેર કરીને ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ અલગ અલગ રાજ્યોમાં થનાર રાજ્યસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોના નામ પર સ્વીકૃતિની મહોર લગાવી છે.કોના નામની થઈ જાહેરાત:આસામથી મિશન રંજન દાસ અને રામેશ્વર તેલી, બિહારથી મનન કુમાર મિશ્રા, હરિયાણાથી કિરણ ચૌધરી, મધ્ય પ્રદેશથી જોર્જ કુરિયન, મહારાષ્ટ્રથી ધૈર્યશીલ પાટિલ, ઓરિસ્સાથી મમતા મોહંતા, રાજસ્થાનથી સરદાર રવનીત સિંહ બિટ્ટુ અને ત્રિપુરાથી રાજીવ ભટ્ટાચાર્જીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
Reporter: admin