વડોદરા : નારાયણ સ્કૂલમાં દીવાલ પડવાનો મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને નોટિસ પાઠવી છે.જેમાં શાળાનું સ્થળ બદલ અથવા તો માન્યતા રદ કરવા સુધી કાર્યવાહી કરવામાં આવશે.
આ નોટિસને પગલે શાળામાંથી વિદ્યાર્થીઓ એલ.સી. લેવા માટે પહોંચી રહ્યા છે. પણ શાળા એલ.સી. આપવાનો ઇનકાર કરતાં વાલીઓ અટવાયા છે.શાળા ને સિલ માર્યા બાદ સામાન કાઢવા માટે શાળા વાલીઓને પરેશાન કરી રહી છે.
નારાયણ સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાશે. અને જરૂર પડે સૂચના મુજબની શાળા સંચાલકો કામગીરી નહીં કરે તો શાળાની મંજૂરી પણ રદ કરવામાં આવશે. તેવું જિલ્લા શિક્ષણ અધિકારી આર.આર. વ્યાસએ જણાવ્યું હતું.
Reporter: admin