News Portal...

Breaking News :

અવનવી વાનગી : આજે આપણે કંસાર બનાવવાની રીત જાણીશું.

2024-08-22 14:16:50
અવનવી વાનગી : આજે આપણે કંસાર બનાવવાની રીત જાણીશું.


બે વ્યક્તિ માટે કંસાર બનાવવા માટે એક કપ ઘઉનો જાડો લોટ, દોઢ કપ પાણી, બે ચમચી ગોળ, ચાર ચમચી તેલ, બે ચમચી ઘી, દરેલી ખાંડ અને ઘી પ્રમાણસર જરૂર પડશે.


ઘઉનો લોટ અને  પાણી લઇ તપેલીમાં પાણી ગરમ થવા મૂકવું અને થોડું ગરમ થાય એટલે તેમાં ગોળ ઉમેરવો.લોટ મા એક ચમચી તેલ ઉમેરી મોણ નાખવું. પાણી ઉકળે એટલે થોડું પાણી કાઢી લઇ એક ચમચી તેલ ઉમેરી લોટ ઉમેરવો અને વેલણ કે અન્ય ચમચી વડે સરખો કરી ઢાંકી લેવું.


 ધીમા તાપે થવા દેવું અને અંદર બે ચમચી ઘી ઉમેરી સિજવવા મૂકવું. પાણી ઓછું લાગે તો પાણી ઉમેરવું અને વધુ હોય તો થોડો લોટ ઉમેરવો.કંસાર પર ઘી અને ખાંડ ઉમેરી પીરસી લેવું.

Reporter: admin

Related Post