જો દાહ - બળતરા થાય તો ઘરે ઈલાજ કરી શકાય છે.
- ધાણા અને સાકર પાણીમાં મેળવી પીવાથી બળતરા મટે છે.
- દ્રાક્ષ અને ખડીસાકર ચાવવાથી બળતરા મટે છે.
- મમરા અને ખડી સાકરનો ઉકાળો પીવાથી બળતરા મટે છે.
- ધાણા અને જીરૂનુ ચૂર્ણ ખાંડ સાથે લેવાથી છાતીના બળતરા મટે છે.
-તંજાણીયાના રસ સાકર નાખી પીવાથી હાથ - પગના બળતરા મટે છે.
- કોકમને ઘી ગરમ કરી ચોપડવાથી તળિયાના બળતરા મટે છે.
- એલચીને આમળાના ચૂર્ણ સાથે લેવાથી શરીરના બળતરા મટે છે.
આ બધામાથી કોઈ પણ એક ઈલાજ ઉપયોગી નીવડે છે.
Reporter: admin