News Portal...

Breaking News :

વિદ્યાર્થીઓની આતુરતાનો આવ્યો અંત ગુજરાત બોર્ડનું ધોરણ 10નું રિઝલ્ટ આવતાની સાથેજ ગોડાદરા વિસ્તારમા આવેલ રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓ માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

2024-05-14 13:02:00
વિદ્યાર્થીઓની આતુરતાનો આવ્યો અંત ગુજરાત બોર્ડનું ધોરણ 10નું રિઝલ્ટ આવતાની સાથેજ ગોડાદરા વિસ્તારમા આવેલ રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓ માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

ગોડાદરા વિસ્તારમાં આવેલ રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલના સંચાલકશ્રી, આચાર્યશ્રી અને શિક્ષકોની શિસ્તબધ મહેનતના કારણે શાળાના 06 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા હતા અને શાળાના 23 વિદ્યાર્થીઓ A2 પ્રાપ્ત કર્યા હતા અને શાળાના 32 વિદ્યાર્થીઓ B1 પ્રાપ્ત કર્યા હતા આની સાથે શાળાનું ઓલોવર રિઝલ્ટ 98.25% લાવી ને શાળાનું ગૌરવ વધાર્યું છે.સાથોસાથ સ્કૂલ ના ટ્રસ્ટીશ્રી આલોક પટેલ તેમજ સાગર પટેલ અને  પ્રિન્સીપાલ શિક્ષકો દ્વારા તમામ વિદ્યાર્થીઓને તેમજ તેમના વાલીઓ નું ઢોલનગારા સાથે વિજય તિલક કરી અને ટ્રોફી તેમજ શિલ્ડ પેહરાવિને સન્માનિત કરવામાં આવ્યા હતા 


ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 11 મે, 2024ના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતનું 82.57 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરત જિલ્લાનું 86.75 ટકા પરિણામ જાહેર કરાયું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામમાં 10.03 ટકાનો વધારો થયો છે. આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના 4870 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે 

બે દિવસ અગાઉ જાહેર થયેલા ધોરણ 12ના પરિણામમાં સુરત ગુજરાતમાં A1 અને A2 ગ્રેડમાં પ્રથમ હતું.આ વર્ષના પરિણામમાં 10.03 ટકાનો વધારો સુરત જિલ્લાનું 86.75 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા

Reporter: News Plus

Related Post