પાટણ : શહેરમાં રાષ્ટ્રીય કરણી સેના દ્વારા સર્કિટહાઉસ માં સમાજના ન્યાય માટે મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણ શહેરમાં ઊંઝા ત્રણ રસ્તા પર આવેલ એકલવ્ય સ્કૂલ ઓફ સાઇન્સમાં અભ્યાસ કરતી સુહાના પર ફી ભરવા બાબતે શાળાના શિક્ષકો તથા ટ્રસ્ટી ઓ દ્વારા માનસિક ત્રાસ આપતો અહેવાલ સામે આવ્યો છે જે ખુબજ નિંદનીય ગણાય.ધર્મેન્દ્ર સિંહ ઠાકોર ની દિકરી સુહાના આ સ્કૂલ માં અભ્યાસ કરેછે.શાળાના સંચાલકો, ટ્રસ્ટી તથા શિક્ષક રવિભાઈ પટેલ દ્વારા વારંવાર ફી માટે દિકરી માનસિક રીતે પરેશાન કરતા દિકરી ના પિતા ધર્મેન્દ્ર સિંહે શાળા સંચાલકો ને ખાત્રી આપેલ કે દિવાળી પહેલા અમો શાળા ની પૂરી ફી ભરી આપીશું તેમ છતાંય સ્કૂલ સંચાલકો દ્વારા ધર્મેન્દ્ર સિંહ ને અપમાન જનક ભાષા માં કહેલ કે ફી ભરવાની હેસિયત ના હોયતો શા માટે શાળામાં એડમિશન લીધું હતું.
સ્કૂલ સંચાલકો દ્વારા કહેલ તમારા સમાજ માં આવુજ બનેછે જેથી અમારે એડમિશન આપતાં વિચારવું પડેછે અને જણાવેલ કે આખા વર્ષ ની ફી ભરી તમારી દિકરી નુ LC લઈ જઈ શકોછો. આવા અપમાન જનક શબ્દો સાંભળી ધર્મેન્દ્ર સિંહે દિકરી ના ભવિષ્ય ની ચિંતા માં રાષ્ટ્રીય કરણી સેના સંગઠનને પોતાના જોડે બનેલ ઘટના જણાવી અને ન્યાય માટે સમાજ સાથે આવી ઉભો રહે તેવી વિનંતી કરી છે.
Reporter: admin