વધતા જતા ગુનાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા વિશેષ સુચના સાથે વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી.
જેના ભાગરૂપે આજે શહેરના ઝોન એક અને બે માં કોમ્બિંગ યોજવામાં આવ્યું હતું જેમાં વાહન ચેકિંગ , ડીટેઇન અને નશા યુક્ત પદાર્થનું સેવન કરેલા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ડી.સી.બી ઝોન-૧ના નેત્રુત્વમાં ગોરવા વિસ્તારમાં મધુનગર બ્રીજ પાસે આવેલ ફાતીમા રેસીડેન્સી, આલીયા રેસીડેન્સી તથા બોરીયા ૧ અને ૨ રૂષીનગર, ગોરવા ગામ તથા ગરાસીયા મોહલ્લામાં કોમ્બીંગની કામગીરી કરવાની હોય જેથી બે અલગ અલગ ટીમ બનાવી જેમાં ગોરવા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. પો.સબ.ઇન્સ, તથા પોલીસ કર્મચારી માણસો-૧૮ તથા જવાહર નગર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.૧ પો.સબ.ઇન્સ.૧ તથા પોલીસ કર્મચારી માણસો-૫ તથા ઝોન-૧ એલ.સી.બીના પો.સબ.ઇન્સ.૧ તથા પોલીસ કર્મચારી માણસો-૩ તેમજ ડી.સી.બી.પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.૧ પો.સબ.ઇન્સ.૨ તથા પોલીસ કર્મચારી માણસો-૧૧ તેમજ બાપોદ વિસ્તારમાં પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ગોરવા વિસ્તાર જવાહર નગર વિસ્તાર તેમજ બાપોદ વિસ્તારમાં થયેલી કામગીરી
(૧) વાહન ચેકીંગ-૨૬૫
(૨) વાહન ડીઈટેન- ૧૫
(૩) બી.એન.એસ.ની કલમ ૨૨૩ મુજબનો કેસ- ૧૮
(૪) પ્રોહિબિશનના કેસ - ૧
(૫) મકાન ચેક -૪૬૪
(૬) મકાનમાં રહેતા સભ્યોની સંખ્યા ની તપાસ - ૩૯૦
(૭) જી.પી.એકટ ની કલમ 135 મુજબનો ગુનો - ૧
Reporter: admin