મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઇકાલે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના સ્થળની મુલાકાત લઇને જાત નિરિક્ષણ કર્યું હતું, તથા આ ઘટના અંગે જવાબદારો સામે કડક કાર્યવાહીની સુચનાઓ આપી હતી જેને પગલે રાજ્ય સરકારે ૬ અધિકારીઓની તાત્કાલિક અસરથી સસ્પેન્શનના આદેશો કર્યા છે
ગુજરાતના રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ બાદ કાટમાળ હટાવવા અને મૃતદેહો શોધવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. અત્યાર સુધીની માહિતી મુજબ રાજકોટ અગ્નિકાંડ બાદ બે આસિસ્ટન્ટ એન્જિનિયર, બે ડેપ્યુટી એન્જિનિયર અને બે પોલીસ ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
સ્પેન્ડ કરાયેલા અધિકારીઓ :
ગૌતમ જોષી આસિસ્ટન્ટ ટાઉન પ્લાન
જયદીપ ચૌધરી આસિસ્ટન્ટ ઈજનેર
એમ.આર.સુમા R&Bના નાયબ કાર્યપાલક
પારસ કોઠિયા R&Bના તત્કાલીન મદદનીશ
વી.આર.પટેલ પોલીસ ઈન્સપેક્ટર
એન.આઈ.રાઠોડ પોલીસ ઈન્સપેક્ટર
ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડ બાદ એવા આરોપો લાગી રહ્યા હતા કે મસમોટા ગેમ ઝોનને કોઈપણ પ્રકારની પરવાનગી કે સુરક્ષાના માપદંડો જેમ કે ફાયર સેફ્ટી, એક્ઝિટ-એન્ટ્રી ગેટ ચેક કર્યા વિના જ મંજૂરી આપી દેવામાં આવી હતી.જેના પગલે આ મોટી હોનારત સર્જાઈ અને મોટી સંખ્યામાં જાનહાનિ પણ થઈ
Reporter: News Plus