શહેરના ગેંડા સર્કલ નજીક એક હોટલમાં પીકઅપ વાન ઘૂસી જતાં નાસભાગ મચી ગઇ હતી. નશાની હાલતમાં ચાલકે અકસ્માત સર્જ્યો હતો.
ગેડા સર્કલ પાસે ગત મોડી રાતે અકસ્માત સર્જાયો હતો. ટ્રાન્સપોર્ટ એન્ડ કુરિયર સર્વિસ ની એક પિક અપ વાનના ચાલકે પોતાની વાન બેફિકરાઈથી હંકારી લિટલ ભારત હોટલના કાચ તોડી અંદર ઘુસાડી દીધી હતી. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી. હોટલના સંચાલકો રોજ જ્યાં અકસ્માત સર્જાયો ત્યાં જ બેઠા હોય છે
પરંતુ આજે અલગ જગ્યાએ બેસતા તેઓનો આબાદ બચાવ થયો હતો. બનાવ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને ચાલકની અટકાયત કરી હતી. હોટલના માલિક આક્ષેપ કર્યા હતા કે અહીં રોજે રોજ નશાની હાલતમાં આ ડ્રાઈવર ગાડીઓ ચલાવે છે. અને લોકોના જીવ જોખમમાં મૂકે છે જેઓ સામે પગલાં લેવા જરૂરી છે.
...
Reporter: News Plus