વાઘોડિયા તાલુકાના ખંધા વસાહત ખાતે હોળી ધુળેટી પર્વ નિમિત્તે 2019 ની સાલમાં યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યા બાદ મૃત્યુના પ્રકરણમાં સાવલી અધિક શાસન કોર્ટે આજે ફેસલો સુનાવીને આરોપીને આજીવન કેદની સખત સજા અને સૃષ્ટિ વિરુદ્ધના કેસમાં અલગ દસ વર્ષની સજા અને બંને કેસમાં 50-50, હઝાર નો દંડ ફટકારતા સમગ્ર કોર્ટ પરિસરમાં સન્નાટો બચી જવા પામ્યો છે
કોર્ટ સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વાઘોડિયા તાલુકાના ખંધા વસાહત ગામે 2019 ની સાલમાં હોળી ધુળેટી પ્રસંગે આરોપી સુનીલ રૂમડિયા ભાઈ નકર રહે ખંધા વસાહત તા વાઘોડિયા અને મરણ જનાર સાદકરામ વચ્ચે કોઈ અગમ્ય કારણોસર બોલાચાલી થઈ હતી તેના પગલે આરોપીએ મરણ જનારને ગોચર જંગલમાં લઈ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું અને ત્યારબાદ ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હતી જેના સંદર્ભમાં વાઘોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને તેમાં હત્યા તેમ જ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો અને તેમાં આરોપીની ધરપકડ થઈ હતી જેનો કેસ સાવલી અધિક સેશન માં જજ જે એ ઠક્કરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સી જી પટેલ ની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને નામદાર કોર્ટે આરોપી સુનિલ નકરને તકસીર વાર ઠેરવ્યો હતો હત્યાના ગુનામાં આજ જીવન સખત કેદની સજા ફરમાવવામાં આવી હતી અને 50000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો
જ્યારે અલગથી સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના ગુનામાં દસ વર્ષની સખત કેદની સજા સંભળાવવામાં આવી હતી અને 50,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો સાથે સાથે ડિસ્ટ્રિક્ટ લીગલ સેલ ઓથોરિટી ને વિક્ટીમ કોમ્પંનસેશન હેઠળ નવ લાખ રૂપિયા ની સહાય મૃતકના માતા પિતાને ચૂકવવા માટે ભલામણ કરવામાં આવી છે આમ સાવલી અધિક સેશન કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવતા સમગ્ર કોર્ટ પરિસર માં સન્નાટો મચી જવા પામ્યો હતો જ્યારે આરોપીના પરિવારજનો ભારે આક્રંદ કરતા જોવા મળતા હતા
Reporter: News Plus