News Portal...

Breaking News :

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા એસ.એસ.જી. હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે આપદા મિત્ર રીફ્રેશર તાલીમ યોજાઈ

2024-08-09 17:03:20
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા એસ.એસ.જી. હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે આપદા મિત્ર રીફ્રેશર તાલીમ યોજાઈ


ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ અને જિલ્લા કલેકટર કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા ગ્રામ રક્ષક દળ અને હોમ ગાર્ડના યુવાનો માટે એસ.એસ.જી. હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે જિલ્લા કક્ષાની એક દિવસીય આપદા મિત્ર રેફ્રેશર તાલીમ યોજવામાં આવી હતી.



આ તાલીમમાં ઉપસ્થિત ગ્રામ રક્ષક દળ અને હોમ ગાર્ડના યુવાનોને શાખાના તજજ્ઞો દ્વારા મુખ્ય ત્રણ વિષયો પર તાલીમ આપવામાં આવી હતી. સૌ પ્રથમ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન દળના પ્રતિનિધિઓ દ્વારા સર્ચ અને રેસક્યુ વિષય પર તાલીમ આપવામાં આવી હતી જ્યારે બીજા તબક્કામાં પાણીગેટ ફાયર ઓફિસના સ્ટેશન ઓફિસર દ્વારા ફાયર અને સેફ્ટી વિષય પર પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી. અંતિમ તબક્કામાં ફર્સ્ટ એડ એન્ડ CPR વિષય અંતર્ગત રેડ ક્રોસ સોસાયટી દ્વારા બચાવ બાદની પ્રાથમિક સારવાર અંગે વિગતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.રાષ્ટ્રિય આપત્તિ વ્યવસ્થાપન દળ ની અપસ્કેલિંગ આપદામિત્ર સ્કીમ અંતર્ગત યોજાયેલ આ તાલીમ ગ્રામ રક્ષક દળ અને હોમગાર્ડના ૫૦૦ યુવાનોને આગ નિયંત્રણ, અગ્નિ શમન અને વિવિધ પ્રકારની આગને ઓલવવા માટેના અલગ પ્રકારના ફાયર એક્સ્ટિંગુઇશરના ઉપયોગ કેવી રીતે કરવા અને સલામતીની બાબતોને ડેમોસ્ટ્રેટ કરીને સમજાવવામાં આવી હતી. 


આ સાથે પ્રાથમિક સારવાર તરીકે CPR કેવી રીતે આપવુ અને પ્રાથમિક સારવાર દરમ્યાન સમય સૂચકતા કેવી રીતે દાખવવી તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.આ ઉપરાંત આપદા વ્યવસ્થાપન માં ઉપયોગમાં લેવાનાર રેસ્કયુ બોટ, ડ્રિલ મશીન સહિત ઉપયોગી વિવિધ સાધનોનું પ્રદર્શન સહ તેની ઉપયોગીતા સમજાવવામાં આવી હતી.આપદા મિત્રો માટે યોજાયેલ આ રીફ્રેશર તાલીમમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના મામલતદાર દુષ્યંત મહેતા, ડીસ્ટ્રિકટ પ્રોજેકટ ઓફિસર સુશ્રી બી. ચીરસ્મિતા, એસ.ડી.આર.એફ. ગ્રુપ -૧ ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી. મકવાણા અને મોટી સંખ્યામાં હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના યુવાનો હાજર રહ્યા છે.

Reporter: admin

Related Post